અમદાવાદ: શહેરના SG હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા PM-JAY કાંડના મુખ્ય સૂત્રધાર ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની મોડી રાત્રે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી હતી. હાલ સુધીમાં 8 જેટલા આરોપીઓ ઝડપાયા હતા. આરોપી હાર્દિક પટેલ ક્રાઈમ બ્રાન્ચથી નાસ્તો ફરતો હતો. હવે તેની અટકાયત બાદ ઘણા નવા ખુલાસાઓ થઈ શકે છે.
કાર્તિક પટેલના આગોતરા જામીન ફગાવાયા: ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે અરજી ગ્રામ્ય કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. પ્રથમ સુનાવણી દરમ્યાન કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલની દલીલો સાંભળ્યા, બાદ કોર્ટે આ અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો. જેની પર કોર્ટે તા. 6 જાન્યુઆરીના રોજ ચુકાદો જાહેર કરતા કોર્ટે કાર્તિક પટેલના આગોતરા જામીનને ફગાવી દીધા હતા.
કાર્તિક પટેલ વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર: આરોપી કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો. આ સમયે તેની વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. આરોપી કાર્તિક પટેલ દ્વારા આગોતરા જામીન મેળવવા માટે પણ અરજી કરવામાં આવી હતી, પરંતુ તે અરજી પણ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. હવે કાર્તિક પટેલે જાણે શરણાગતિ સ્વીકારી હોય, તેવી રીતે પરત ફર્યો હતો. ત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ગત મોડી રાત્રે ધરપકડ કરી લેવામાં આવી છે.
ખ્યાતિકાંડના તમામ 9 આરોપીની ધરપકડ: હાલમાં ખ્યાતિ હોસ્પિટલના તમામ સંડોવાયેલા આરોપીઓની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરી લેવામાં આવી છે. જેમાં કુલ 9 આરોપીઓ કે, જે અલગ અલગ રીતે ખ્યાતિ હોસ્પિટલના PM- JAY કાંડ સાથે સંકળાયેલા હતા. આ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- ડૉ. પ્રશાંત વજીરાણી
- ચિરાગ રાજપુત
- મિલિંદ પટેલ
- રાહુલ જૈન
- પ્રતિક ભટ્ટ
- પંકિલ પટેલ
- ડૉ. સંજય પટોડીયા
- રાજશ્રી કોઠારી
- કાર્તિક પટેલ
આ પણ વાંચો: