ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના નેતાઓ 'સત્ય, પ્રેમ અને કરૂણા'ની મશાલ લઈને ગુજરાતમાં ફરશે, શક્તિસિંહે મોરારિ બાપુના આશીર્વાદ લીધા

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં ગુજરાતના ગામે ગામે સત્ય, પ્રેમ અને કરૂણાનો સંદેશ પહોંચડાવનો પ્રયાસ કરાશે.

શક્તિસિંહ ગોહિલે કથાકાર મોરારિ બાપુ સાથે મુલાકાત કરી
શક્તિસિંહ ગોહિલે કથાકાર મોરારિ બાપુ સાથે મુલાકાત કરી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

અમદાવાદ: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે રીતે ભારત જોડો યાત્રા થકી દેશમાં પ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો તેજ રીતે હવે ગુજરાત કોંગ્રેસ પણ હવે રાજ્યમાં સત્ય, પ્રેમ અને કરૂણાનો સંદેશ આપવા માટે ગુજરાતના ગામડે-ગામડે જવાની યોજના બનાવી છે.

જેના માટે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તલગાજરડામાં કથાકાર મોરારિ બાપુ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના નેતા સોનલબેન પટેલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પ્રદીપ દવે, પંકજ ચાંપાનેરી, બકાભાઈ અને શ્રુતિબેન ચતુર્વેદી જેવા નેતાઓ પણ સાથે આવ્યા હતાં.

શક્તિસિંહ ગોહિલે કથાકાર મોરારિ બાપુ સાથે મુલાકાત કરી (Etv Bharat Gujarat)

શક્તિસિંહ ગોહિલ કરશે નેતૃત્વ

રાહુલ ગાંધી મહોબ્બતની દુકાનની વાત કરે છે. આજે દેશનું હિત લોકો વચ્ચે ભેદભાવ ઉભો થાય અને ભારતીયો જ જો અંદરોઅંદર લડશે તો દેશ નબળો પડશે. દળની ઉપર દેશનું હિત, રાષ્ટ્રનું હિત ત્યારે જ થાય જ્યારે ભારતીય એક રહે. જાતિના નામે, ભાષાના નામે, પ્રાંતના નામે, ધર્મના નામે, વિભાજીત કરીને ભાગલા પાડોને રાજ કરો એ અંગ્રેજોની નીતિએ દેશને નબળો પાડ્યો છે. ત્યારે આ દેશને અખંડિત રાખવા માટે સત્ય, પ્રેમ અને કરૂણા અને તેની જ્યોત લઈને આ શબ્દોની મશાલ લઈને ગુજરાતના ગામે ગામ એકતાનો અને પ્રેમનો સંદેશ આપવો છે, અને આ પ્રયાસ માટે કથાકાર મોરારિ બાપુના આશીર્વાદ લેવા માટે તેમની સાથે મુલાકાત કરી- શક્તિસિંહ ગોહિલ, સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ

મોરારિ બાપુનો સંદેશ અને સંકલ્પ

હું સત્ય, પ્રેમ અને કરૂણાના સહારે આખી દુનિયામાં એકલો ફરૂ છું. મારૂં કોઈ સાથે જેમ કે, કોઈ ગ્રુપ, મંડળ કે રાજકીય પાર્ટી સાથે જોડાણ નથી. મારી વ્યાસ પીઠ ઉપર કોઈ પણ આવી શકે છે. હું કોઈને સુધારવા નીકળ્યો નથી બધાનો સ્વીકાર કરવા નીકળ્યો છું, અને તેથી સત્ય પ્રેમ અને કરૂણા આ તલગાજરડી સુત્રો છે જે મારા જીવનનો નિચોડ છે અને હું જીવવના એક સાધુ તરીકે હું ભરચક પ્રયાસ કરૂં છું. આ સુત્રોને મે પેટર્ન નથી કરાવ્યા કે મારા સિવાય તેનો કોઈ ઉપયોગ ન કરી શકે કોઈપણ તેનો ઉપયોગ કરી શકે છે. સત્ય બધાનું છે પ્રેમ બધા માટે છે અને કરૂણા પણ બધા માટે છે. આ તકે મોરારિ બાપુએ લોકોને 'સત્યા મારા માટે હોય, પ્રેમ એક-બીજા માટે હોય અને કરૂણા આખા જગત માટે હોય' એવો સંકલ્પ પણ લેવડાવ્યો હતો. - મોરારિ બાપુ, કથાકાર

  1. રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ફરીથી બનાવો: સુરતના હિરા ઉદ્યોગ અંગે બોલ્યા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ - Shaktisinh Gohil press conference
  2. દાહોદની ઘટના અંગે કોંગ્રેસની પદયાત્રા, 'કરુણા કે રાજકીય હિત?' શું જવાબ આપ્યો શક્તિસિંહે, જાણો - Shaktisinh Gohil at Congress rally
Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details