કચ્છ: લોકસભા ચૂંટણી આચારસંહિતા અમલવારી હેઠળ જીલ્લામાં ગેરકાયદેસર હથિયારના કેસો શોધવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગાંધીધામ SOG ટીમ દ્વારા સામખિયારી-આડેસર નેશનલ હાઇવે ઉપર પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમ્યાન ટીમને ગેરકાયદેસર હથિયાર અંગેની ખાનગી બાતમી મળી હતી. જેના આધારે નેશનલ હાઇવેથી ઘાણીથર ગામ તરફ જવાના સીંગલ પટ્ટી રોડની જમણી બાજુ આવેલ તરડીયા સીમના કાચા રસ્તા ઉપર આવેલ રામાભાઈ સકતાભાઈ ભરવાડના ખેતરમાં મજુરીકામ તથા ચોકીકામ કરતા ભાણાભાઈ તેજાભાઈ કોલી પાસે ગેરકાયદેસર હથિયાર મળી આવતા ગાંધીધામ SOGએ કચ્છ કલેકટરના હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આરોપી વિરુધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીધામ SOGએ ખેતરમાં મજૂરીકામ કરતા આરોપીને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડયો - Confiscation of illegal weapon - CONFISCATION OF ILLEGAL WEAPON
કચ્છમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતાની અમલવારી દરમિયાન ગાંધીધામ SOG દ્વારા ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ખેતરમાં મજૂરીકામ તથા ચોકી કામ કરતા ભાણાભાઈ કોલી પાસેથી વગર પરમિટની હાથ બનાવટની દેશી બંદૂક મળી આવતા ગાંધીધામ SOGએ કચ્છ કલેકટરના હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.Confiscation of illegal weapon
ગાંધીધામ SOGએ ખેતરમાં મજૂરીકામ કરતા આરોપીને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડયો
Published : Apr 29, 2024, 4:03 PM IST
હથિયારબંધીના જાહેરનામાનો ભંગ:ગાંધીધામ SOG દ્વારા આરોપી પાસે વગર પરમીટની હાથ બનાવટની રુ. 5000ની કિંમતની દેશી બંદુક મળી આવતા કચ્છ કલેક્ટરના હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ આરોપી પાસેથી બંદૂકનો કબ્જો મેળવીને તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને ગાગોદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.