ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર નજીક કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ : બે શહીદ જવાનના મૃતદેહ મળ્યા, એક હજુ લાપતા - Porbandar helicopter crash - PORBANDAR HELICOPTER CRASH

ભારતીય કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરને પોરબંદર કિનારે અકસ્માત નડ્યો હતો. જે બાદ ત્રણ જવાન ગુમ થયા હતા. તેમાંથી બે જવાનના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે. મૃતક જવાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જાણો સમગ્ર વિગત Porbandar helicopter crash

બે શહીદ જવાન
બે શહીદ જવાન (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 2:40 PM IST

પોરબંદર : ભારતીય કોસ્ટ ગાર્ડના ICG ALH MK-III હેલિકોપ્ટર (બેરિંગ ફ્રેમ નંબર CG 863) ગત 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:15 કલાકે મોટર ટેન્કર હરિ લીલામાંથી ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરના તબીબી સ્થળાંતર માટેના રેસ્ક્યુ દરમિયાન દરિયામાં ખાબક્યું હતું.

શહીદ જવાન અંતિમ સંસ્કાર (ETV Bharat Gujarat)

હેલિકોપ્ટર દુર્ઘટના : ભારતીય કોસ્ટ ગાર્ડના આ હેલિકોપ્ટરમાં સમુદ્રમાં રેસ્ક્યુ માટે 2 પાયલટ અને 2 એર ક્રૂ ડ્રાઇવર હતા. હેલિકોપ્ટર દુર્ઘટના પછી તેમાંથી એકને બચાવી લેવાયા હતા. પરંતુ અન્ય લોકો બચી ન શક્યા. બે જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે એક જવાન હજુ લાપતા છે. જેની શોધખોળ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ચાલી રહી છે.

2 જવાન શહીદ થયા :ગત 2 સપ્ટેમ્બર, સોમવારના રોજ સર્જાયેલ હેલિકોપ્ટર દુર્ઘટના પછી ભારતીય કોસ્ટ ગાર્ડના ક્રૂ અને એરક્રાફ્ટની શોધખોળ માટે એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે 1 ક્રૂને દરિયામાંથી બચાવી લેવામાં આવ્યા છે, અને 2 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરતા ભારતીય કોસ્ટ ગાર્ડે ખૂબ જ અફસોસ વ્યક્ત કર્યો હતો.

અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા :સમગ્ર ઘટનાની તપાસ માટે ભારતીય કોસ્ટગાર્ડના ALH હેલિકોપ્ટરનો ફ્યુઝલેજ પણ રિકવર કરવામાં આવી રહ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ (જેજી) વિપિન બાબુ અને પ્રધાન નાવિક કરણસિંહ એ બહાદુર હતા, જેમના નશ્વર અવશેષો સમુદ્રમાંથી મળી આવ્યા હતા. સેવા, પરંપરા અને સન્માન મુજબ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન :બાકીના એક ક્રૂ કમાન્ડન્ટ રાજકુમાર રાણા, ટીએમ કે જેઓ મિશનના કમાન્ડમાં પાયલટ હતા, તેમને શોધવા માટે શોધખોળના પ્રયાસો તીવ્ર કરવામાં આવ્યા છે. દુર્ઘટનાથી જ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને હવાઈ અસ્કયામતોની શોધ થઈ રહી છે. ભારતીય નૌકાદળ અને દરિયાઈ ક્ષેત્રના અન્ય હિસ્સેદારોના સંસાધનો દ્વારા પ્રયાસોને આગળ હાથ ધરવામાં આવ્યા છે.

  1. પોરબંદરના દરિયાકાંઠે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, કોસ્ટગાર્ડના ત્રણ કર્મચારી લાપતા
  2. ફોદારા ડેમ ઓવરફ્લો: હેલિકોપ્ટર દ્વારા મધ્યરાત્રીએ 74 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર

ABOUT THE AUTHOR

...view details