બનાસકાંઠા :સોમવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. અહીં એક જાહેર સભાને સંબોધતા સીએમ પટેલે દેશના આર્થિક વિકાસને બિરદાવતા કહ્યું કે, તે ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ :સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, "દરેકની નજર આપણા દેશ પર છે. ભારતનો વિકાસ દર ઘણો આગળ છે. આપણો દેશ 7 ટકાની વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યો છે. આપણી અર્થવ્યવસ્થા 11માં સ્થાનેથી 5 માં સ્થાને આવી ગઈ અને બધાના સમર્થનથી તે ટૂંક સમયમાં ત્રીજા સ્થાને આવી જશે. ગુજરાત આર્થિક પ્રણાલીમાં પ્રથમ સ્થાને છે. ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે ચૂંટણી જીતે કે હારે પણ જનતાની સાથે રહેવાનું બંધ કરતું નથી."
X પરની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં CM પટેલે લખ્યું કે, "બનાસકાંઠાની વાવ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં આયોજિત જનસભા અને સ્નેહમિલન કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકરો અને સ્થાનિકો સાથે હાજરી આપી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતના નિર્માણમાં સર્વશ્રેષ્ઠ યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
CM પટેલનો મહેસાણા પ્રવાસ :આ પહેલા સોમવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વસઈ ખાતે 300 વર્ષ જૂના રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, મહા રુદ્રી યજ્ઞ અને લઘુ રુદ્ર યજ્ઞ અને બહેનો, દીકરીઓ અને જમાઈના સન્માન સમારોહમાં ભાગ લીધો હતો. આ તકે મહેસાણા જિલ્લાના ગુંછલી રામેશ્વર મહાદેવ મંદિરમાં અસાધારણ સ્વચ્છતાની નોંધ લીધી હતી. સાથે જ સાર્વત્રિક રીતે આવા ધોરણો જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
- નવા વર્ષની શુભકામના, મુખ્યમંત્રી પટેલ આ રીતે ઉજવશે
- CM પટેલે PMAY લાભાર્થી પરિવારો સાથે ઉજવી "દિવાળી"