ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ! 2047 સુધી ગુજરાતનું અર્થતંત્ર 3.5 ટ્રિલીયન ડોલર બનાવાનું લક્ષ્ય: મુખ્યમંત્રી - Economic Development Plan of Surat - ECONOMIC DEVELOPMENT PLAN OF SURAT

સુરત ખાતે કેન્દ્ર સરકાર દ્વારા સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવવાનું આગવું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી., CM Bhupendra Patel launching 'Economic Development Plan' of Surat

'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન' કાર્યક્રમ
'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન' કાર્યક્રમ (માહિતી ખાતુ ( Gandhinagar))

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2024, 10:40 AM IST

'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન' કાર્યક્રમ (માહિતી ખાતુ ( Gandhinagar))

સુરત: સુરત અને તેની આસપાસના વિસ્તારો જેમ કે નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ એમ 6 જિલ્લાઓના બનેલા ‘સુરત ઈકોનોમિક રિજીયન’ના મહત્વાકાંક્ષી 'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન'નું સુરતથી લોન્ચીંગ કર્યું હતુું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, "ભાવિ વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પણ રાજ્યના છ જિલ્લાઓના ઈકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે. જેમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, આઇ.ટી., લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર થઈ છે."

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (માહિતી ખાતુ ( Gandhinagar))

ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું અનાવરણ:સુરતના ડુમસ રોડની લી મેરેડિયન હોટેલ ખાતે આયોજિત આ સમારોહમાં વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદ્દો, હીરા-ટેક્ષટાઈલ, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, હેલ્થ, હોટેલ એસોસિયેશન, સહકારી ક્ષેત્ર, સુગર મિલો, એપીએમસી, ફુડ પ્રોસેસિંગ, એકવા ફાર્મિંગ, GIDC ના પ્રમુખો, ક્રેડાઈ, સી.એ., સોલાર એનર્જી જેવા વિવિધ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી અને મહાનુભાવોએ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું અનાવરણ કર્યું હતું.

'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન' કાર્યક્રમમાં ઉપસ્થિત મહેેમાનો (માહિતી ખાતુ ( Gandhinagar))

2047 સુધી ગુજરાતનું અર્થતંત્ર 3.5 ટ્રિલીયન ડોલરનું લક્ષ્ય: સુરત પરિક્ષેત્રનો તેજ અને સસ્ટેનેબલ વિકાસ કરવો એ કેન્દ્ર સરકારની નેમ છે, જેને પૂરી કરવા ગુજરાત સજ્જ છે, ત્યારે ગુજરાતના વિકાસ મોડેલને આ પહેલ નવી ઉર્જા પૂરી પાડશે, બુસ્ટ આપશે એમ જણાવતાં મુખ્યમંત્રી એ વધુમાં કહ્યું કે, વિકસિત ભારત @2047 હેઠળ સરકારે ગુજરાતનું અર્થતંત્ર 2047 સુધીમાં 3.5 ટ્રિલીયન ડોલર બનાવવાનું અને 34 લાખ જેટલી નવી રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે. સુરતે રાજ્યની આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે આગવી ઓળખ મેળવી છે.

હવે અમૃતકાળમાં વિકસિત ગુજરાત બનાવીને અમે વિકાસમાં યોગદાન આપી દેશમાં અગ્રેસર રહેવા તત્પર છીએ તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. નીતિ આયોગના નેજા હેઠળ સુરતે દેશનો સૌપ્રથમ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો છે, ત્યારે આ પ્લાન 'વિકસિત ગુજરાત થી વિકસિત ભારત'નો લક્ષ્યાંક સિદ્ધ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્રયો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગ્રોથ હબ પ્રોગ્રામ એ વડાપ્રધાનના વિકસિત ભારત@2047ના વિઝન અંતર્ગત વર્ષ 2047 સુધીમાં ભારતને $30 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે શહેરી વિસ્તારોને સુનિયોજિત રીતે વિકસાવવાની કેન્દ્ર સરકારની પહેલ છે, જેને બિરદાવી ગુજરાતના સુરત સહિત છ જિલ્લાઓની આ યોજનામાં પસંદગી કરવા બદલ નીતિ આયોગનો આભાર વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન જેને લઘુ ભારત કહે છે તે સુરત અને તેની આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ વિઝન સાથે નીતિ આયોગે એક આગવી પહેલ કરી છે, ત્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો માટે પણ આવા જ ભવિષ્યલક્ષી માસ્ટર પ્લાન બનાવીશું એમ પણ તેમણે કહ્યું હતું.

રાજ્યના જીડીપીમાં મેન્યુફેકચરિંગ સેકટરના 36 ટકા ફાળા સામે સુરતના જીડીપીમાં મેન્યુફેકચરીંગ સેકટરનો 55 ટકા ફાળો છે, આ સિદ્ધિના પાયામાં ટેક્સટાઇલ, જેમ્સ જવેલરી, ડાયમંડ, કેમિકલ એન્ડ ડાઈઝ જેવા પરંપરાગત ઉદ્યોગો રહેલા છે એમ ગર્વ સાથે તેમણે જણાવ્યું હતું.

'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન' કાર્યક્રમ (માહિતી ખાતુ ( Gandhinagar))

ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ: મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત' વિઝનને અનુસરી 'વિકસિત ગુજરાત@2047' નું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ પાર પાડવાનું રાજ્ય સરકારનું પોતાનું આગવું વિઝન હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે તેમણે કહ્યું કે, પોલિસી ડ્રિવન અને સેક્ટર સ્પેસિફિક પોલિસીઝ ધરાવતું સ્ટેટ હોવાના કારણે ગુજરાત દેશ-વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઈસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. શ્રેષ્ઠ લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસની વડાપ્રધાને આપેલી પરંપરાથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની ગયું છે.

રાજ્યમાં ભૂતકાળમાં અમને વારસામાં મળેલા સીમિત સંસાધનોને વિકાસના સ્રોતમાં પરિવર્તિત કર્યા છે. એમ જણાવી તેમણે વડાપ્રધાને તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં શરૂ કરેલી વાઈબ્રન્ટ સમિટથી વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ, ફાર્મા હબ, સેમિકન્ડક્ટર હબ તરીકે ગુજરાતની આગવી ઓળખ ઊભી થઈ છે એનો ઉલ્લેખ કર્યો હતો.

'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન' કાર્યક્રમ (માહિતી ખાતુ ( Gandhinagar))

છેલ્લા બે દાયકાથી ગુજરાત વિકાસની ગતિએ: મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, 1960 પછીના દાયકાઓ સુધી ગુજરાતના વિકાસની ગતિવિધિઓ વાપીથી તાપીના બેલ્ટ સુધી સીમિત રહી હતી. દરિયો, રણ, ડુંગરાઓ ધરાવતા ગુજરાતમાં એ સમયે વિકાસની કોઈ સંભાવના ન હતી. વીજળી, પાણી, રોડ-રસ્તા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનું કોઈ સ્થાન કે દિશા ન હતા, પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની રફતાર પકડી છે. 2001 થી અઢી દાયકાનો વિકાસની મૂલવીએ તો વિકાસ કેવો હોય, કેટલા સ્કેલ અને કેટલી ગતિનો હોય એનું પ્રમાણ ગુજરાતે આપ્યું છે.

આર્થિક વિકાસની આ યોજના સુરત અને આસપાસના અન્ય પાંચ જિલ્લાઓના વિકાસનો રોડમેપ કંડારશે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આવનારા 25 વર્ષના વિકાસને કેન્દ્રમાં રાખી, ડેવલપમેન્ટ એક્શન પ્લાન સાથે અમે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યાં છીએ. રાજ્યના વિકાસ વિઝનને વધુ તેજ ગતિએ સાકાર કરવા નીતિ આયોગની પેટર્ન ઉપર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (ગ્રિટ) પણ કાર્યરત કરી છે.

સુરત રિજીયનના સર્વાંગીણ વિકાસમાં સુરત શહેરનો અમૂલ્ય ફાળો રહેશે. તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે, ભારત સરકારે સુરત ઉપર મૂકેલા વિશ્વાસ બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:

  1. "ના શિક્ષણ, ના આરોગ્ય સુવિધા" : પારાવાર સમસ્યા ભોગવતા વિકાસથી વંચિત તુરખેડાના 120 પરિવાર - Chotaudepur Local issue
  2. પાટણના યુવાને જીવન ટૂંકાવ્યું, સિદ્ધિ સરોવરમાં લગાવી મોતની છલાંગ - Patan suicide

ABOUT THE AUTHOR

...view details