ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના કીમમાં ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી, સિંધી સમુદાયે કરી નવા વર્ષની શરૂઆત - Chetti chand festival 2024 - CHETTI CHAND FESTIVAL 2024

સમગ્ર રાજ્યમાં ઉત્સાહ અને ઉમંગભેર ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતના કીમ ગામે પણ સિંધી સમાજ દ્વારા હર્ષોઉલ્લાસ સાથે 1074મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. પૂજા પાઠ કરી પ્રસાદ વિતરણ સાથે પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Apr 10, 2024, 10:59 PM IST

સુરતના કીમમાં ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી

સુરત:ભારત વિવિધતામાં એકતાનું પ્રતીક છે, અનેક સંસ્કૃતિઓ સાથે સાથે દેશમાં અનેક ધર્મો અને આસ્થા ધરાવતા લોકો રહે છે. જેઓ કેટલાય તહેવારો ઉત્સાહ અને ધામધૂમથી ઉજવે છે. સિંધી સમાજનો ઉત્સવ ચેટીચાંદ પણ એવો જ એક તહેવાર છે. આ તહેવાર એટલે સાઈ ઝુલેલાલના જન્મદિવસની ઉજવણી. સિંધીઓમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવતા આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. સિંધીઓ માટે, ચેટીચાંદ નવા વર્ષની શરૂઆત છે. આ દિવસે સાંઇ ઝુલેલાલની પૂજા કરવામાં આવે છે. સિંધીઓ આ તહેવારને ભગવાન ઝુલેલાલના જન્મદિવસની ઉજવણી તરીકે ઉજવે છે, કીમ ગામે ખાતે સિંધી સમાજ દ્વારા પણ હર્ષોઉલ્લાસ સાથે પવિત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.

ભગવાન ઝૂલેલાલ તેઓ તેમના આશ્રયદાતા સંત તરીકે ઓળખાય છે. આ દિવસે વરુણ દેવે ઝુલેલાલ તરીકે અવતાર લીધો હતો. પૌરાણિક કથાઓ મુજબ તેમણે હિંદુ સંસ્કૃતિ અને હિંદુ ધર્મને બચાવવા માટે અવતાર લીધો હતો. આ તહેવાર પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અને ચેટીચાંદ તરીકે નામ આપવામાં આવ્યું છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે ચેટીચંદ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે સંત ઝુલેલાલ વરુણ દેવનો અવતાર છે. કહેવાય છે કે ચેટીચાંદના દિવસે ભગવાન ઝુલેલાલની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિનું વરદાન મળે છે. અને વેપારમાં કોઈ અડચણ આવતી નથી. સિંધી સમાજના લોકો દ્વારા વિવિધ ધાર્મિક પૂજાઓ પ્રાર્થના કરવામાં આવી. ઘણા લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે અને ઉપવાસ પૂર્ણ થયા પછી ફળોનું સેવન કરીને ઉપવાસ પૂર્ણ કરે છે.

નિર્ભલ ભાઈએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 40 વર્ષ થી ઓલપાડના કિમ ગામે ચેટી ચાંદની ઉજવણી કરીએ છીએ,કિમ ગામની જે મુખ્ય બજાર છે ત્યાં વર્ષોથી પ્રસાદ નું વિતરન કરીએ છીએ,કિમ ગામમાં જુલેલાલના મંદિર એ પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે.

  1. કાગવડ ખોડલધામ મંદિરે નવ દિવસ ધામધૂમથી ઉજવાશે ચૈત્રી નવરાત્રિ, જાણો કયા છે કાર્યક્રમો - CHAITRI NAVRATRI
  2. પીએમ મોદીના ચાહકોએ મૂકી હોલિવૂડના કોનાર્ક થિયેટર્સ ખાતે ' મોદી ધ સ્ટાર ઓફ ઇન્ડિયા ' ની સાઇન - PM Modi NRI Fans

ABOUT THE AUTHOR

...view details