હૈદરાબાદ: ટેક્નિકલ સમસ્યાને કારણે ગુરુવારે લોકપ્રિય AI-સંચાલિત ChatGPT ડાઉન થઈ ગયું હતું. જેના કારણે વિશ્વભરના લાખો યુઝર્સને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે ઓપનએઆઈની એપીઆઈ અને અન્ય સેવાઓ પણ પ્રભાવિત થઈ, જેના કારણે વ્યાપક વિક્ષેપ સર્જાયો હતો.
ડિસેમ્બરમાં બે વખત ચેટજીપીટીની સેવા ખોરવાયા બાદ આ ત્રીજી વખત બન્યું છે જ્યારે ChatGPT ઠપ પડી ગઈ. જેના કારણે યુઝર્સ વાત કરી શક્યા ન હતા કે હિસ્ટ્રી જોઈ શક્યા ન હતા, જો કે OpenAIએ હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ આપી નથી. જો કે, ChatGPT ડાઉન હોવાનો રિપોર્ટ ડાઉનડિટેક્ટર પર નોંધાવવામાં આવ્યો છે.
🚨BREAKING: CHATGPT IS DOWN
— Mario Nawfal (@MarioNawfal) January 23, 2025
OpenAI is currently in the thick of an unresolved incident with ChatGPT and the API experiencing higher than usual error rates.
Source:OpenAI pic.twitter.com/Umaarmhbj0
આટલું જ નહીં, યુઝર્સે OpenAIની અન્ય સેવાઓમાં સમસ્યાની જાણ કરી છે. કંપનીના GPT-4o અને GPT-4o મિની મોડલ પણ ડાઉન થયાં છે.
નોંધનીય છે કે ChatGPT નો ઉપયોગ આજે દરેક વર્ગના લોકો કરે છે. જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને વ્યાવસાયિકો પણ સામેલ છે. આ ઉપરાંત ક્રિએટિવ રાઈટિંગ, કોન્ટેન્ટ બનાવવું, અને અન્ય ઘણું બધુ સામેલ છે. ChatGPT અચાનક ડાઉન થવાને કારણે તેના યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
સોશિયલ મીડિયા પર યુઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ
ChatGPT ડાઉન થયા બાદ યુઝર્સે સોશિયલ મીડિયા સાઈટ 'X' પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. એક યુઝરે લખ્યું- 'ChatPGT ડાઉન છે. મને સમજાતું નથી કે શું કરવું. અન્ય યુઝરે લખ્યું - 'ChatGPT બંધ છે અને મને લાગવા માંડ્યું છે કે રોબોટ્સ સત્તાપલટો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.' એવું માનવામાં આવે છે કે કેટલીક તકનીકી ખામી, સર્વર ઓવરલોડ અથવા મેઈન્ટેન્સના કારણે આ સમસ્યા સર્જાઈ હોઈ શકે.
માત્ર 30 રૂપિયાની અંદર નિહાળો ચંદ્રને નજીકથી, BRSC દ્વારા પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું થયું લોકાર્પણ
હવે તમારા પર્સનલ ડેટાને મળશે પ્રોટેક્શન: સરકારે બનાવ્યા નવા નિયમો, 7 મુદ્દામાં સમજો બધા નિયમો