ગાંધીનગર:રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સંક્રમણને કારણે અત્યાર સુધી કુલ 73 દર્દીઓના મોત થયા છે. આ દર્દીઓમાં મોટાભાગે નાના બાળકોનો સમાવેશ થાય છે. છઠ્ઠી ઑગસ્ટ સુધી ‘શંકાસ્પદ’ ચાંદીપુરાથી 71 મૃત્યુ થયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે સ્વીકાર્યું હતું. જેની સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે ગુજરાતમાં ચાંદીપુરાથી જ 27 બાળકોના મૃત્યુ થયા હતા. આ સ્થિતિએ અન્ય 44 બાળકોના મૃત્યુ કેવી રીતે થયા તે પણ સવાલ સર્જે છે અને ચાંદીપુરાથી ગુજરાતમાં કેટલી ચિંતાજનક સ્થિતિ છે તે સામે આવ્યું છે. ડોક્ટરોના મતે ચાંદીપુરાના પ્રારંભિક લક્ષણો તાવ જેવા જહોય છે. આ પછી તે 24થી 18 કલાકમાં મગજના તાવ, કોમા અને મૃત્યુ થતું હોય છે. 15થી ઓછી વયના બાળકોમાં રોગપ્રતિકારકશક્તિ ઓછી હોવાથી ચાંદીપુરા તેમને સૌથી વધુ અસર કરે છે.
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-૧૬૨ કેસો છે. જે પૈકી સાબરકાંઠામાં ૧૬, અરવલ્લીમાં ૭, મહીસાગરમાં ૪, ખેડામાં ૭, મહેસાણામાં 10, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 8, પંચમહાલમાં 16, જામનગરમાં 8, મોરબીમાં 6, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 9, નર્મદામાં 02, બનાસકાંઠામાં 7, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 5, સુરત કોર્પોરેશનમાં 02, ભરૂચમાં 4, અમદાવાદમાં 02, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબંદરમાં 01, પાટણમાં 1, ગીર સોમનાથમાં 1, અમરેલીમાં 1 તેમજ ડાંગમાં પણ 1 શંકાસ્પદ કેસ મળેલ છે.
યાંદીપુરા કુલ-૬૦ કેસ પોઝીટીવ: ચાંદીપુરાના પોઝીટીવી કેસની વાત કરીએ તો, સાબરકાંઠામાં 06, અરવલ્લીમાં 03, મહીસાગરમાં 03, ખેડામાં 04, મહેસાણામાં 05, રાજકોટમાં 03, સુરેન્દ્રનગરમાં 03, અમદાવાદ કોર્પોરેશનમાં 03, ગાંધીનગરમાં 02, પંચમહાલમાં 07, જામનગરમાં 01, મોરબીમાં 01, દાહોદમાં 03, વડોદરામાં 2, બનાસકાંઠામાં 2, દેવભૂમિ દ્વારકામાં 01, રાજકોટ કોર્પોરેશનમાં 1, કચ્છમાં 04, સુરત કોર્પોરેશનમાં 02, ભરૂચમા 01, અમદાવાદમાં 01, પોરબંદરમાં 01 તેમજ પાટણમાં 01 જીલ્લા/કોર્પોરેશનમાંથી કેસ પોઝીટીવ મળેલ છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સંક્રમણને કારણે અત્યાર સુધી કુલ 73 દર્દીઓના મોત થયા છે. ગુજરાત રાજ્યના ઉપરોક્ત-૧૬૨ કેસો પૈકી સાબરકાંઠા-૦૫, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૨, ખેડા-૦૨, મહેસાણા- ૦૫, રાજકોટ-૦૪, સુરેન્દ્રનગર-૦૨, અમદાવાદ કોર્પોરેશન-૦૬, ગાંધીનગર-૦૩, પંચમહાલ-૦૭, જામનગર-૦૪, મોરબી-૦૫, ગાંધીનગર કોર્પોરેશન-૦૨, દાહોદ-૦૩, વડોદરા-૦૪, નર્મદા-૦૧, બનાસકાંઠા-૦૪, વડોદરા કોર્પોરેશન- ૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧, કચ્છ-૦૪, સુરત કોર્પોરેશન-૦૧, ભરૂચ-૦૧, જામનગર કોર્પોરેશન-૦૧, પાટણ-૦૧ તેમજ ગીર સોમનાથ-૦૧ એમ કુલ-૭૩ દર્દીઓ મૃત્યુ પામેલ છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના ૦૮ દર્દી દાખલ છે તથા ૮૧ દર્દીઓને રજા આપેલ છે.
આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ ૫૩,૩૮૨ ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે. વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઇંગ કામગીરી ધનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું છે. વધુમાં વાહજ જન્ય રોગ અટકાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં જણાવવામાં આવ્યું છે. કુલ ૭,૪૫,૪૦૨ કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ ૧,૪૯,૫૯૨ કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ ૩૦,૫૨૯ શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ ૭,૩૭૨ શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ ૩૫,૪૨૫ આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ ૭,૬૫૮ આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.
- ચાંદીપુરા વાયરસની ઝપેટમાં ગુજરાત, મૃત્યુઆંક વધીને 73 થયો - Chandipura virus