અમદાવાદ: થોડા દિવસો અગાઉ અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો દ્વારા પોલીસને ઘાતક હથિયારો બતાવીને આતંક મચાવતો વિડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ શહેરની અંદર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. ત્યારે આજરોજ બંને અસામાજિક તત્વોના ઘર ઉપર બુલડોઝર ફરી વળ્યા છે અને એક ઉદાહરણ સ્વરૂપ કામગીરી કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
પોલીસને તલવાર બતાવનારના ઘર પર ફર્યું બુલડોઝર (ETV Bharat Gujarat) પોલીસને હથિયાર બતાવનારના ઘરે ફર્યું બુલડોઝર
બે દિવસ અગાઉ અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા સામાન્ય લોકોને તો ઠીક પરંતુ અમદાવાદ પોલીસને પણ ન ગાંઠતા તેમને પણ ઘાતક હથિયારો બતાવી ગાડીમાં બેસાડી પાછા મોકલી દીધા હતા. આ અસામાજિક તત્વોમાં બે લોકોની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને હવે ત્યારબાદ આજરોજ તેમના ઘરો ઉપર ફરી પડ્યા છે.
લીગલ કમિટી ચેરમેન દ્વારા મકાન પડવા માટે પત્ર લખાયો હતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર દ્વારા ગત રોજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે, અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ગરીબ નગર ખાતે જે આ બંને આરોપીઓના મકાનો આવેલા છે તે મકાનો કોર્પોરેશનની જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા છે. તેથી તેમને પાડી દેવામાં આવે. ત્યારે કોર્પોરેશન દ્વારા અને અમદાવાદ પોલીસ બંનેના સહયોગથી આજરોજ તે મકાનો પાડી નાખવામાં આવ્યા છે.
છાપરાના મકાનોમાં CCTV અને ડબલ ડોર ફ્રીઝ
જો વાત કરવામાં આવે તો આમ તો બહારથી છાપરા જેવા લાગતા મકાનોની અંદર LED ટીવી, ડબલ ડોરનું ફ્રીજ, ડિશ કનેક્શન સહિત વિવિધ શોખની ચીજ વસ્તુઓ જોવા મળી હતી. કોઈ મધ્યમ વર્ગીય લોકોના ઘરમાં પણ ન જોવા મળતી હોય તેવી વસ્તુઓ જોવા મળી હતી. સાથે સાથે ઘરની બહાર એટલે કે તેમના છાપરા જેવા મકાનોની બહાર CCTV લાગેલા પણ જોવા મળતા હતા. હાલ તો કોર્પોરેશનના બુલડોઝર આ મકાનો પર ફરી વળ્યા છે.
દાખલા રૂપ કામગીરી કૉર્પોરેશન અને અમદાવાદ પોલીસે કરી
આ સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે ETV Bharatને જણાવ્યું હતું કે, આ બંને આરોપીઓ ફઝલ શેખ અને શેખ દ્વારા જે પ્રકારે હદ વટાવી પોલીસને પણ હથિયારો બતાવવાની કૃત્ય કર્યું છે. ત્યારબાદ હવે તેમના મકાનો કે જે કોર્પોરેશનની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે બંધાયેલા છે તે અંગેની જાણ થતા AMC કમિશનરને પત્ર નથી તે મકાન પાડવાની વાત કરવામાં આવી હતી. વધુમાં પ્રકાશ ગુર્જર દ્વારા વાત કરવામાં આવી હતી કે, માત્ર 24 કલાકની અંદર જ આ કામગીરી આપ જોઈ રહ્યા છો કે બંને આરોપીઓના મકાન હાલ પાડવામાં આવી રહ્યા છે. આ એક ઉદાહરણ સ્વરૂપ દાખલો છે કે કોઈપણ વ્યક્તિ જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડશે તો તેના પરિણામ સ્વરૂપે તેને શું જોવું પડશે.
આ પણ વાંચો:
- ઉપલેટામાં ફરી વળ્યું 'દાદાનું બુલડોઝર': 100 કરોડની કિંમતની 1200 વીઘા જમીન પરથી દબાણ દૂર કરાયું દબાણ
- અમદાવાદના ચાંદખેડામાં પાર્સલ બ્લાસ્ટની ઘટના, બે ઈજાગ્રસ્ત, પોલીસને રિમોટ વડે બ્લાસ્ટ કરાયાની આશંકા