કચ્છઃકેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન દેશનું વર્ષ 2025-26નું બજેટ 1લી ફેબ્રુઆરીના રજૂ કરશે. ત્યારે આ કેન્દ્રીય બજેટને લઈને દરેક વર્ગ અને વિભાગના લોકોને જુદી જુદી આશા અપેક્ષાઓ હોય છે ત્યારે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનને આ કેન્દ્રીય બજેટને લઈને શું આશા અપેક્ષાઓ છે તે અંગે ફોકિયાના સીનીયર એક્ઝિક્યુટિવ મમતા વાસાણીએ વાતચીત કરી હતી.
ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનની આશા - અપેક્ષાઓ
Directorate General of Trade Remedies એ 19 ડિસેમ્બર 2024 ના લોકલ સ્ટીલ ઉત્પાદકોને સપોર્ટ કરવા અને ચીન અને અન્ય દેશોમાંથી સ્ટીલની જે આયાત થાય છે તેને ઓછી કરવા માટે 25 ટકા સેફ ગાર્ડ ડ્યુટી લગાડવા માટેનું એક ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું છે. કચ્છ એ વર્લ્ડનું મોટામાં મોટું લાઈન પાઇપ મેન્યુફેક્ચરિંગનું હબ છે. જો API ગ્રેડ flad steel પર સેફ ગાર્ડ ડ્યુટી લગાડવા આવે તો લાઈન પાઇપ ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદકો છે એનું રો મટીરીયલ છે તે API ગ્રેડ સ્ટીલ છે જે જાપાન, સાઉથ કોરિયા અને યુએસએથી ઈમ્પોર્ટ થાય છે. જો આ સેફ ગાર્ડ ડ્યુટી ઈમ્પોઝ કરવામાં આવે તો અત્યારે જે 7.5 ટકા છે એ બેઝિક કસ્ટમ ડ્યુટી છે અને પ્રસ્તાવિત 25 ટકા સેફ ગાર્ડ ડયુટી લાગે તો આ કુલ 32.5 ટકા ડ્યુટી લાગે છે. જો ફીનીશડ ગુડ એટલે કે લાઈન પાઇપ જો બહારથી કોઈ ઈમ્પોર્ટ કરે છે તો તેના પર ફક્ત 10% ડ્યુટી લગાડવામાં આવી રહી છે.
બજેટને લઈને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનની શું છે આશા અપેક્ષાઓ (Etv Bharat Gujarat) સેફગાર્ડ ડ્યુટી ના લગાડવા માટે રજૂઆત
સ્વાભાવિક છે કે જ્યારે કાચા માલ પર 32.5 ટકા ડ્યુટી અને ફીનીસડ ગુડ્સ પર 10 ટકા ડ્યુટી હોય તો લોકલ ઉત્પાદકો પાસેથી કોઈ માલ ખરીદે નહીં અને લોકો ડાયરેક્ટ ફિનિશ ગુડ ઈમ્પોર્ટ કરી લે એટલા માટે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનએ આ સેફગાર્ડ ડ્યુટી ના લગાડવા માટે રજૂઆત કરી છે અને 7.5 ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી છે તે પણ હટાવવાની માંગ કરી છે.
પબ્લિક સેક્ટર અંડરટેકિંગમાં થતા વિવાદને ઓછા કરવા માટે રજૂઆત
આ ઉપરાંત વિવાદ સે વિશ્વાસ સ્કીમ 2024 છે એ નાણાપ્રધાન દ્વારા જુલાઈ 2024માં જુના કરદાતાઓનાં વિવાદોને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવી હતી.આ જે સ્કીમ છે તે લીગેસી ટેક્સ પેયર માટેની છે અને જે વિવાદો છે તે સોલ્વ થઈ શકે તેના માટેની છે.આ સ્કીમની સમય મર્યાદા વધારવા માટેની માંગ અને તે ઉપરાંત પબ્લિક સેક્ટર અંડરટેકિંગમાં થતા વિવાદને ઓછા કરવા માટે સંસ્થાકીય આરબીટ્રેશનનો સમાવેશ કરવામાં આવે તેવી પણ દરખાસ્ત કરવામાં આવી છે.
DGFTને એડવાન્સ ઓથોરાઈઝેશનને ક્લબ કરવા માટેની વિનંતી
Directorate General of Foreign Trade એ 11 માર્ચ 2024માં નોટિફિકેશન નંબર 71/2023 બહાર પાડી હતી જેમાં એડવાન્સ ઓથોરાઈઝેશન હોલ્ડરને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઓર્ડર છે તે ફિઝિકલ એક્સપોર્ટર પર લાગુ પડે છે અને ડીમડ એક્સપોર્ટર પર લાગુ પડતું નથી તેના માટે DGFT ને એડવાન્સ ઓથોરાઈઝેશનને ક્લબ કરવા માટેની વિનંતી પણ કરવામાં આવી છે જેના કારણે પાઇપ અને વાઇટલ ટ્યુબના નિકાસકારોને રાહત મળશે અને સરળતા રહેશે.
- રાજપીપળાને હેરિટેજના દરજ્જાની માગ વચ્ચે મહારાજા વિજયસિંહજીની 135મી જન્મજયંતિ ઉજવાઈ
- અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની લીગલ કમિટી એક્શનમાં, જર્જરિત અને બંધ થયેલી 39 સ્કૂલોને લઈને કોર્ટમાં કરશે દાવો