ગુજરાત

gujarat

ETV Bharat / state

Budget 2024-25: વિક્સિત ભારત 2047 અભિયાનનું પ્રથમ સ્ટેપ, કેન્દ્રીય બજેટનું તાર્કિક વિશ્લેષણ - ઈકોનોમિક્સ હેડ

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટને લઈને સમગ્ર દેશવાસીઓ ઉત્સુક હતા. કચ્છ યુનિવર્સિટીના ઈકોનોમિક્સના એચઓડી દ્વારા કેન્દ્રીય બજેટનું તાર્કિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વાંચો આ તાર્કિક વિશ્લેષણ વિશે વિગતવાર. Budget 2024-25 Nirmala Sitaraman Kutch University Dr Kalpana Satija

વિક્સિત ભારત 2047 અભિયાનનું પ્રથમ સ્ટેપ
વિક્સિત ભારત 2047 અભિયાનનું પ્રથમ સ્ટેપ

By ETV Bharat Gujarati Team

Published : Feb 1, 2024, 4:58 PM IST

કેન્દ્રીય બજેટ 2024-25નું તાર્કિક વિશ્લેષણ

કચ્છઃ આજે રજૂ કરવામાં આવેલા વચગાળાના કેન્દ્રીય બજેટનું મેઈન ફોકસ ટોટલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને આર્થિક વિકાસ પર રહ્યું હોવાનું ડૉ. કલ્પના સતીજા જણાવે છે. આર્થિક વિકાસના મોટા ભાગના પાસાઓ આવરી લેવામાં આવ્યા છે. જેમાં ઊર્જા, સીમેન્ટ , ખનીજ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે સાથે 3 રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

અર્બન બેઝિક ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટઃ આ બજેટમાં એરપોર્ટસ અને નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગામડામાંથી જે રીતે યુવાનો નોકરીની શોધમાં શહેરોમાં આવે છે તેના પરિણામે અર્બનાઈઝેશન વધી રહ્યું છે. તેથી બજેટ કઈ રીતે શહેરોનો યોગ્ય વિકાસ કરી શકાય તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. આ શહેરીકરણની સાથે સાથે દરેક જિલ્લાઓને તેની ખાસિયત પ્રમાણે વિકાસ કરી શકાય એની પણ ચર્ચા કરવામાં આવી છે. જો ગ્રામીણ વિકાસની જો વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે આપણો દેશ હજૂ પણ નાના ગામડાંઓનો દેશ છે. તેથી વોટર, સેનિટેશન, રોડ, લાઈટ જેવા બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટથી ગ્રામીણ વિકાસ કરી શકાય છે.

બહુ મહત્વનું પાસુ FDI: બજેટમાં સાથે સાથે એક ગ્રીન ઇકોલોજીની વાત કરવામાં આવી છે જેમાં ઇકોનોમીની વાત કરવામાં આવી છે કે EV વાહનો કઈ રીતે પ્રોડ્યુસ કરવા અને એને ચાર્જિંગ સિસ્ટમને કઈ રીતે વધારે સ્ટ્રોંગ બનાવી શકાય એના પર ભાર મૂકવામાં આવ્યું છે. એફડીઆઈની પણ બજેટમાં ચર્ચા કરવામાં આવી જેમ એમાં ખાસ એવું કહેવામાં આવ્યું છે કે 2014 થી લઈને 2023 સુધીમાં સદંતર એફડીઆઈમાં વધારો થઈ રહ્યો છે. ગિફ્ટ સિટી છે તો આ ઉપરાંત બીજા સ્પેસિફિક ગુજરાતમાં સ્પેશ્યલ ઇકોનોમિક્સ ઝોન છે, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન્સ છે આવા બધા જ અલગ અલગ પ્રકારના જે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ બનાવવામાં આવ્યા છે તો એમાં પણ એફડીઆઈ માં વધારો થયો છે કે જેને કારણે એક જોબ ક્રિએશન્સ અને એમ્પ્લોયમેન્ટ ઓફર્ચ્યુનિટી વધી છે.

રાજ્યના આર્થિક વિકાસ માટે વ્યાજમુક્ત લોનઃ આ ઉપરાંત ખાસ વાત કરવામાં આવે તો રાજ્યનો ઈકોનોમિકલ ડેવલપમેન્ટ રાજ્યનો આર્થિક વિકાસ કરવા માટે એમને ટોટલ વ્યાજ મુક્ત લોન આપવી કે જેથી ઘણા એવા બેકવર્ડ સ્ટેટ હશે કે, અનડેવલપ સ્ટેટ હશે કે જેને ફંડની જરૂર છે પણ વ્યાજ વધારે હોવાથી એ એના સ્ટેટ નું ડેવલપમેન્ટ નથી કરી શકતા. તો આ રીતનું એક ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવા માટે વ્યાજમુક્ત લોન આપી અને એના ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે વધારાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો રોડ મેપ છે એ જુલાઈમાં ફરીથી પ્રસ્તુત કરવામાં આવશે.

રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજનાઃ જો કૃષિની વાત કરીએ તો કૃષિમાં દૂધ ઉત્પાદકતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નાણાં પ્રધાનના જણાવ્યા મુજબ આપણો દેશ દૂધ ઉત્પાદન કરતો સૌથી મોટો દેશ છે. જે કદાચ વિશ્વના સૌથી પહેલા 5 ક્રમમાં હોઈ શકે છે. પશુપાલકો જે છે એમની ફેસીલીએશન્સ કઈ રીતે કરવું એને કઈ રીતે સારી વ્યવસ્થાઓ પૂરી પાડવી અને જે રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના છે એને કઈ રીતે વધારે મજબૂત કરવી.ઔદ્યોગિક વિકાસમાં એમએસઇની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આર્થિક એટલે કે ઉન્નતિ પર ભાર મૂકવામાં આવ્યો અને રોજગાર તકો ઉપર વધારે પડતો ભાર મૂકવામાં આવ્યો છે.

3 કરોડ લખપતિ દીદીઃ બજેટમાં મહિલાઓની સશક્તિકરણ પણ વાત કરવામાં આવી જેમાં ખાસ કરીને એક કરોડ મહિલાઓની સંખ્યા છે એ લખપતિ દીદી તરીકે જેમને જાહેર કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત જે ટાર્ગેટ છે એ ભવિષ્યમાં આગળ વર્ષે 2થી 3 કરોડનું રાખવામાં આવ્યું છે. તો ચોક્કસપણે મહિલાઓને સશક્તિકરણ એક આર્થિક સશક્તિકરણનું મોટું લાભ આ યોજના અંતર્ગત મળ્યો છે.સાથે સાથે શિક્ષણમાં જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020નું અમલીકરણ મોટા ભાગે બધા જ સ્ટેટમાં થઈ રહ્યું છે તો એના અંતર્ગત પણ ઘણા બધા ફેરફારો આવ્યા છે. UGC નવા નવા સ્ટેટ યુનિવર્સિટીના સ્ટેટ્યુત ઓડિટમાં બદલાવો આવ્યા છે.

દેશનો જે રીતે વિકાસ થાય છે અને દેશનું જીડીપી આગળ વધી રહ્યું છે તેને જોતા આજે રજૂ થયેલ વચગાળાનું કેન્દ્રીય બજેટ વિક્સિત ભારત 2047 અભિયાનનું પ્રથમ સ્ટેપ છે...ડૉ. કલ્પના સતીજા(HoD, ઈકોનોમિક્સ, કચ્છ યુનિવર્સિટી)

આરોગ્ય ક્ષેત્રે વિવિધ જોગવાઈઃ બજેટમાં આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ જોગવાઈ કરાઈ છે. જેમાં સર્વાઇકલ કેન્સરના અત્યારે બહુ જ બધા આંકડાઓ આપણા દેશમાં આવી રહ્યા છે. એક સમયે કોરોના વેક્સીનેશનમાં આપણા દેશે બહુ ખર્ચ કર્યો હતો. જેમાં આપણે સફળ થયા હતા. એ જ પ્રકારની સર્વાઇકલ કેન્સર માટેના અભિયાનો અને એના માટેનું જે વેક્સીનેશનના જે સેન્ટર છે એની પૂરેપૂરી જવાબદારી હેલ્થ ડિપાર્ટમેન્ટ લઈ રહ્યું છે અને ભવિષ્યમાં આ માટેની કામગીરી કરશે.

ટૂરિઝમ સેક્ટરઃ બજેટમાં ડોમેસ્ટિક ટૂરિઝમ ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે. સ્થાનિક પ્રવાસન પર ભાર મૂકવો અને ટૂરિઝમના માધ્યમથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કરીને રોજગારી ઊભી કરવાની સરકારની ગણતરી છે. તાજેતરમાં જ લક્ષદ્વિપ ચર્ચામાં રહ્યું હતું. ઘણા બધા સ્થાનિક સ્થળોને એક્સપ્લોર કરવાના અભિયાનો ચાલી રહ્યા છે. આવા ઘણા બધા સ્થળો હશે આપણા દેશમાં કે જેને એક્સપ્લોર કરી શકાય અને ટૂરિઝમ ક્ષેત્રને વિકસાવી શકાય. ઉપરાંત ટૂરીઝમ ક્ષેત્રને કોન્ફરન્સ અને સેમિનાર દ્વારા પણ આપણે વિકસાવી શકીએ છીએ. આ ઉપરાંત દેશના ધાર્મિક પર્યટન જે સ્થળ છે એનો વિકાસ કરી શકાય અને પ્રવાસીઓની સંખ્યા વધારી શકાય.

વિક્સિત ભારત 2047 અભિયાનનું પ્રથમ સ્ટેપઃ આ બજેટ સામાજિક અને આર્થિક બંને પાસાઓ પર ભાર મૂકે છે. તેમજ સસ્ટેનેબલ ઈકોનોમિકલ ડેવલોપમેન્ટની સાથે સાથે જે સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન સેક્ટરને પણ આવરી લેવામાં આવ્યું છે. બિઝનેસ પ્રેક્ટિસની વાત કરી છે કે યૂથને એક આખું એન્ટરપ્રિન્ટરશીપ જનરેટ કરવાની શક્તિ મળે એ પ્રકારે એનું એમ્પ્લોઈમેન્ટ જનરેશન થાય. દેશનો જે રીતે વિકાસ થાય છે અને દેશનું જીડીપી આગળ વધી રહ્યું છે તેને જોતા આજે રજૂ થયેલ વચગાળાનું કેન્દ્રીય બજેટ વિક્સિત ભારત 2047 અભિયાનનું પ્રથમ સ્ટેપ છે.

  1. Budget 2024: થોડીવારમાં રજૂ થશે આ વર્ષનું બજેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, આવકવેરા સંબંધિત જાહેરાતો પર નજર
  2. PM Modi On Budget : બજેટને પીએમ મોદીએ વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની ગેરંટી આપતું ગણાવ્યું

ABOUT THE AUTHOR

...view details