સુરતઃબ્રિટનમાં હત્યાના દોષિત આરોપીને બાકીની સજા પૂરી કરવા માટે સુરત જેલમાં લાવવામાં આવ્યો છે. આ ભારત અને બ્રિટન વચ્ચેના કરાર હેઠળ કરવામાં આવ્યું છે. 2020માં બ્રિટનમાં હત્યાના કેસમાં 28 વર્ષની સજા પામેલા વ્યક્તિને બાકીની સજા પૂરી કરવા માટે સુરત જેલમાં લાવવામાં આવ્યો છે.
હત્યાના દોષીતને કેમ સુરત લવાયો?
આ અંગે માહિતી આપતા અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, દોષિતના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ બાદ બ્રિટિશ સરકાર તેને ભારતમાં ટ્રાન્સફર કરવા માટે સંમત થઈ છે. આ વ્યક્તિના માતા-પિતાએ તેમના પુત્રને ગુજરાત રાજ્યમાં બાકીની સજા ભોગવવા દેવાની અપીલ કરી હતી. સજા ભોગવી રહેલી વ્યક્તિ વલસાડનો રહેવાસી છે.
તમને જણાવી દઈએ કે સુરત પોલીસ મંગળવારે જીગુકુમાર સોરઠી (27)ને દિલ્હીથી લાજપોર સેન્ટ્રલ જેલમાં લઈ ગઈ હતી.