અમદાવાદ: ગુજરાતમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ 1979માં જનતા મોરચાની સરકારમાં ધાર્યું હોત તો મુખ્યમંત્રી બન્યા હોત. મોરબી ડેમની હોનારત બાદ રાજ્યની રાજનીતિમાં મોતની રાજનીતિ આરંભાઈ હતી. આ સમયની રાજકીય વિગતોને આલેખતું પુસ્તક ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન ધરતીપુત્ર કેશુભાઈમાં દિલીપ પટેલ લેખકે અનેકવિધ પાસાને રજૂ કર્યા છે. શું છે એ વિગતો ચાલો જાણીએ...
1979નો મોરબી મચ્છુ ડેમની દુર્ઘટના બની હતી રાજકીય રમત: રાજ્યમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભાજપના પહેલા જનતા મોરચાની સરકારમાં મંત્રી હતા. 1979માં મોરબી સ્થિત મચ્છુ જળ હોનારત સમયે કેશુભાઈ પટેલ તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઇ પટેલની કેબિનેટમાં મંત્રી હતા. હજારોના મોતનું કારણ બનનાર મચ્છુ હોનારતના કારણે જનતા મોરચાની બાબુભાઈ પટેલની સરકાર પર માછલા ધોવાયા હતા. કોંગ્રેસ રાજ્યમાં વિરોધ પક્ષમાં હતો. વિરોધપક્ષના સતત પ્રહારથી બાબુભાઈ જશભાઈ પટેલ પોતાને ખસેડી પોતાની કેબિનેટના મંત્રી કેશુભાઈ પટેલને રાજ્યના મુખ્યમંત્રી બનાવવા માંગતા હતા. પણ કેશુભાઈ પટેલે સાફ ઇનકાર કર્યો હતો. જેના કારણે જનતા મોરચાની સરકારે ઘણું સહન કરવાનું આવ્યું હતું.
મોરબી મચ્છુ હોનારતના રાહત કાર્ય બાદ કેવું ખેલાયું હતું રાજકારણ:વર્ષ 1979માં મોરબી સ્થિત મચ્છુ બંધ તુટતા મોટી હોનારત સર્જાઈ હતી. એ સમયે તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે રાહત અને પુનઃવર્સન કામ યોગ્ય રીતે થાય એ માટે મોરબી ખાતે જઇ ત્યાંથી સરકાર ચલાવી હતી. રાહત કાર્ય પૂર્ણ થયા બાદ જ્યારે જનતા મોરચાના તત્કાલીન મુખ્ય પ્રધાન બાબુભાઈ પટેલ અને કેશુભાઈ ગાંધીનગર પરત આવ્યા. પણ ગાંધીનગર ખાતે આરંભાઈ હતી રાજકીય રમત. એ સમયે મોરબી હોનારતનેે લઈ વિરોધપક્ષ કોંગ્રેસે બાબુભાઈ જશભાઈ પટેલ વિરુદ્ધ રીતસરનું રાજકીય આંદોલન આરંભ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી બાબુબાઈ જશભાઈ પટેલે કોંગ્રેસના આક્ષેપો સામે હતાશ થતા પોતે કોઈ રાજકીય રમત નહીં કરવા મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપવા તૈયાર થયા હતા. બાબુભાઈ જશભાઈ પટેલે ત્યારે કેશુભાઈ પટેલના મંત્રી આવાસે બેઠક યોજી પોતે રાજીનામું આપી, કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાાવવા તૈયાર થયા હતા.
ધરતીપુત્ર પુસ્તકના ઉલ્લેખ અનુસાર - કેશુભાઈએ મુખ્ય પ્રધાન બનવા ત્યારે ઈન્કાર કર્યો:
મોરબી મચ્છુ ડેમની હોનારત બાદ રાહત કાર્ય સંપન્ન થતા ગાંધીનગર પરત ફરેલી તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર સામે કોંગ્રેસના સતત પ્રહારથી બાબુભાઈ જશભાઈ પટેલે કેબિનેટ મંત્રી કેશુભાઈ પટેલના સત્તાવાર નિવાસસ્થાને બેઠક યોજી હતી. જેમાં તત્કાલીન મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલે પોતે રાજીનામું આપવાની તૈયારી દર્શાવતા કહ્યું હતુ કે, "હું રાજીનામું આપું છું અને કેશુભાઈ પટેલને મુખ્ય પ્રધાન બનાવવાની મારી ઈચ્છા છે. કેશુભાઈ મુખ્ય પ્રધાન બને એમ હું ઇચ્છું છું."