ગુજરાત

gujarat

ETV Bharat / state

'નલ સે જલ'ની ચાડી ખાતી જાખોત્રા ગામની વાસ્તવિક્તા, ટેન્કરમાંથી પાણીની રીતસરની લૂંટ - water crisis in jakhotra village - WATER CRISIS IN JAKHOTRA VILLAGE

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાં પાણીની પારાયણ સર્જાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શું છે ગામની વાસ્તવિક્તા જાણો વિસ્તારથી.. water crisis in jakhotra village of patan

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 23, 2024, 10:26 AM IST

પાટણના જાખોત્રા ગામમાં પાણીની સમસ્યા (Etv Bharat Gujarat)

પાટણ:આમ તો,રાજ્ય સરકાર દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે, પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે આજે પણ પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમા લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.

પાણીના ટેન્કરમાંથી પાણીની રીતસર લૂંટ (Etv Bharat Gujarat)

પાણી માટે પડાપડી:જાખોત્રા ગામમાં પીવાના પાણીની પારાયણ સર્જાતા લોકો પીવાના પાણી માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જાખોત્રા ગામની સ્થિતિ એ હદે જોવા મળી રહી છે કે, લોકોને ટેન્કર ઉપર ચડીને પાણી માટે પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે.

નલ સે જલનાં ધજાગરા: ભાજપ સરકાર દ્વારા મોટા ઘરે ઘરે પાણી માટે નલ સે જલ યોજના અંતર્ગત મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યાં છે, પરંતુ ખરી વાસ્તવિક્તા એ છે કે, ટેન્કર મુકત ગુજરાતના ગામડાઓમાં ટેન્કર રાજની સ્થિતિ જોવા મળી રહી છે. જાખોત્રા ગામ ખાતે તંત્રના ગાલ પર તમાચા સમાન જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

લોકોમાં સરકાર સામે નારાજગી: સાંતલપુરનાં જાખોત્રામાં પાણીનું ટેન્કર આવતાની સાથે જ ગામલોકો ટેન્કરમાંથી પાણીની રીતસર લૂંટ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે ઘર ઘર પાણીના દાવા પાટણમાં પોકળ સાબિત પુરવાર થઈ રહ્યા છે. બીજી તરફ ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પાણી જેવી પાયાની સુવિધા ન મળવાના કારણે લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

  1. ગામમાં જીવતો વીજ વાયર તૂટી પડ્યો, રાધનપુર GEBના કર્મચારીઓએ ફોનમાં આપ્યા ઉડાઉ જવાબ - UGVCL Negligence
  2. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજ સંચાલક મંડળે ફી ઘટાડા સહિતના વિવિધ 6 મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું - Patan News

ABOUT THE AUTHOR

...view details