અમદાવાદ: બેંક ઓફ બરોડામાં નોકરી મેળવવા તૈયારી કરી રહેલા લાયક ઉમેદવારો માટે સારી તક છે. બેંક ઓફ બરોડાએ સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ભરતી 2024 નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી અભિયાન દ્વારા 1200 થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંકની અધિકૃત વેબસાઇટ, bankofbaroda.in દ્વારા તેમની અરજીઓ ઑનલાઇન સબમિટ કરી શકે છે.
બેંક ઓફ બરોડા સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતી 2024 માટે ઓનલાઈન અરજીઓ 28મી ડિસેમ્બરથી શરૂ થઈ છે, જે 17મી જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે. અરજદારોને વધુ અપડેટ્સ અને માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.
ભરતી અંગેનું નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો
કયા કયા વિભાગોમાં નોકરી?
- ગ્રામીણ અને કૃષિ બેંકિંગ: 200 જગ્યાઓ
- રિટેલ જવાબદારીઓ: 450 પોસ્ટ્સ
- MSME બેંકિંગ: 341 પોસ્ટ્સ
- ઈન્ફોર્મેશન સિક્યોરિટી: 9 પોસ્ટ્સ
- ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ: 22 જગ્યાઓ
- કોર્પોરેટ અને ઈન્સ્ટીટ્યૂટ ક્રેડિટ: 30 પોસ્ટ્સ
- ફાયનાન્સ: 13 જગ્યાઓ
- ઇન્ફોર્મેશન ટેકનોલોજી: 177 જગ્યાઓ
- એન્ટરપ્રાઇઝ ડેટા મેનેજમેન્ટ ઓફિસ: 25 જગ્યાઓ
- કુલ પોસ્ટ્સ: 1,267
અરજી ફી
જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ રૂ. 600 + લાગુ ટેક્સ અને પેમેન્ટ ગેટવે ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ 100 રૂપિયા ફી જમા કરાવવાની રહેશે. જો પસંદગી પ્રક્રિયા આગળ ન વધે અથવા અરજદારને શોર્ટલિસ્ટ કરવામાં ન આવે તો પણ અરજી ફી પરત કરવામાં આવશે નહીં.
કેવી રીતે અરજી કરવી?
- સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જાઓ.
- "કરિયર" વિભાગમાં જાઓ અને "Current Opportunities" પર ક્લિક કરો.
- અહીં "Recruitment of Professionals on a Regular Basis in Various Departments" લિંક પર ક્લિક કરો.
- “Apply Now” પર ક્લિક કરો અને તમારું નામ, મોબાઈલ નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરીને નોંધણી કરો.