અમદાવાદ: ફેબ્રુઆરી મહિનો સમાપ્ત થવાને હવે એક સપ્તાહનો સમય બાકી છે. આ બાદ માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. નવો મહિનો શરૂ થતા જ લોકો હોલિડે અને રજાઓને લઈને ઉત્સુક રહેતા હોય છે. ત્યારે માર્ચ મહિનામાં હોલિડેને યાદી સામે આવી ગઈ છે. માર્ચ મહિનામાં હોળી-ધુળેટી, ચૈત્રી નવરાત્રી, ગુડી પડવા તથા ઈદ-ઉલ-ફિત્ર સહિતના તહેવારો આવી રહ્યા છે. આ દરમિયાન બેંકો અને સરકારી કચેરીઓ કેટલા દિવસ બંધ રહેશે? જાણો...
માર્ચ મહિનામાં જો તમે કામથી સરકારી કચેરી કે બેંકમાં જવાના હોય તો આ મહિનામાં આવતા હોલિડે વિશે તમારે જાણવું જોઈએ. સૌથી પહેલા બેંકની વાત કરીએ તો માર્ચ મહિનામાં 14 માર્ચે શુક્રવારે ધુળેટીના તહેવારના કારણે રજા રહેશે. આ બાદ 30 માર્ચે રવિવારે ચેટીચાંદનો તહેવાર છે. તો 31 માર્ચ સોમવારે ઈલ-ઉલ-ફીત્રના કારણે રજા રહેશે. સરકારી કચેરીઓ પણ માર્ચ મહિનામાં આ તારીખો દરમિયાન જાહેર રજાના કારણે બંધ રહેશે.