ગુજરાત

gujarat

ETV Bharat / state

"વાજપેઈજીની 100મી જન્મજયંતિ", PM મોદીના વતનમાં આ રીતે કરાઈ સુશાસન દિવસની ઉજવણી - ATAL BIHARI VAJPAYEE

મહેસાણાના વડનગર ખાતે દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈની 100મી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. જેમાં 8 કિલોમીટર લાંબી My Bharat સુશાસન દિવસ પદયાત્રા યોજાઈ હતી.

My Bharat સુશાસન દિવસ પદયાત્રા
My Bharat સુશાસન દિવસ પદયાત્રા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2024, 9:50 AM IST

વડનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના નેતૃત્વમાં 8 કિલોમીટર લાંબી 'માય ભારત સુશાસન દિવસ પદયાત્રા' યોજાઈ હતી. વડનગરમાં આયોજિત પદયાત્રાના માર્ગ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સુશાસન પદયાત્રાને વડનગર વાસીઓએ ઠેર ઠેર ફુલોથી વધાવી હતી. મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવોએ શરૂઆતથી અંત સુધી આ પદયાત્રામાં જોડાઈને યુવાઓનો ઉત્સાહ વધાર્યો હતો. કેન્દ્રીય મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આર્મીના જવાનો અને જિલ્લાના યુથ આઈકોનને સન્માનિત કરવામાં આવ્યા હતા.

8 કિલોમીટર લાંબી પદયાત્રા: ભારતના બંધારણની 75મી વર્ષગાંઠની ઉજવણી અને દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેઈજીની 100મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાનાની ઉપસ્થિતિમાં મહેસાણાના વડનગર ખાતે 8 કિલોમીટર લાંબી My Bharat સુશાસન દિવસ પદયાત્રા યોજાઈ હતી. જેમાં મંત્રી રક્ષા ખડસે, રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ આ ઐતિહાસિક પદયાત્રામાં જોડાયા હતા.

વડનગરમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ (Etv Bharat Gujarat)

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતુ કે,'દેશ બદલાઈ રહ્યો છે, મોદીજીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. આ નવા ભારતના નિર્માણમાં દેશના યુવાઓની ભાગીદારી કઈ રીતે સુનિશ્ચિત કરી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.'

પદયાત્રામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ:વડનગરમાં યોજાયેલી પદયાત્રાના માર્ગ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં થીમ આધારિત સેલ્ફી પોઇન્ટ્સ, યાદગાર પળોને કેપ્ચર કરવા માટે ખાસ ડિઝાઇન કરેલા સ્થળો તૈયાર કરાયા હતા. નગરજનો દ્વારા ઠેર ઠેર પુષ્પોથી પદયાત્રીઓનું સ્વાગત કરાયું હતું. પદયાત્રામાં દેશવીરોની વેશભૂષા તેમજ દેશભક્તિના ગીતોથી વાતાવરણ દેશભક્તિમય બન્યુ હતું.

આ પણ વાંચો:

  1. કચ્છ: માંડવીના બાડા ગામનો દરિયા કાંઠો ઓલિવ રિડલી દરિયાઈ કાચબાનું સાસરું કેમ કહેવાય છે?
  2. ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનો ગુજરાત સાથે રહ્યો અનેરો નાતો, ગુજરાતી કલાકાર દીપક અંતાણીએ વાગોળ્યા સંસ્મરણો

ABOUT THE AUTHOR

...view details