અમદાવાદ: ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો ગુજરાત સાથે અનેરો નાતો છે. અટલ બિહારી વાજપેયી જનસંઘના સમયથી ગુજરાત આવતા હતા. ત્યારથી લઈને તેમના અવસાન પહેલા સુધીની અદભુત તસવીરો ગુજરાતના સિનિયર ફોટો જનલિસ્ટ કલ્પિત ભચેચ અને તેમના પિતા સુખદેવભાઈ ભચેચ દ્વારા પાડવામાં આવ્યા હતા.
અમદાવાદના ફોટો જર્નાલિસ્ટ પાસે વાજપેયીજીની તસવીરોનું કલેક્શન (ETV Bharat Gujarat) સિનિયર ફોટો જર્નાલિસ્ટ કલ્પિત ભચેચે આના અનુસંધાનમાં જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે. એક ફોટો જનરલિસ્ટ તરીકે મેં એમને બે રીતે જોયા છે. જેમાં એક મારા પિતાજી દ્વારા પાડેલા ફોટા અને બીજા જે મેં પોતે અટલ બિહારી વાજપેયીના ફોટા પાડ્યા હતા. એનું અદભુત કલેક્શન મારી પાસે મેં સાચવીને રાખ્યું છે. અટલ બિહારી વાજપેયી એક અદભુત નેતા હતા. એમના વક્તવ્ય અને સ્પીચ સાંભળવા માટે લોકો પાગલ થઈ જતા હતા. અટલ બિહારી વાજપેયી એક બહુ જ સારા સ્પીકર હતા.
વાજપેયીજીની સભાનો સંબોધતા સમયની તસવીર (ETV Bharat Gujarat) વાજપેયીનો ગુજરાત સાથે ગાઢ નાતો
તેમણે કહ્યું, ગુજરાત સાથેનો એમનો સંબંધ બહુ જ ગાઢ રહ્યો છે. જનસંઘના સમયે એટલે 1950- 60 ના સમયગાળાથી તે ગુજરાતની અવારનવાર મુલાકાત લેતા હતા. તેમણે ગુજરાતમાંથી ચૂંટણી પણ લડી છે. અત્યારે 6 લાખથી વધારે નેગેટિવ મારી પાસે છે અને બ્લેક એન્ડ વાઈટ અને કલરમાં બધા ફોટા અને નેગેટિવ મારી પાસે અત્યારે પણ છે. જેમાં અટલ બિહારી વાજપાયીની અદભુત તસવીરો મેં અને મારા પિતા દ્વારા પાડવામાં આવી હતી.
અમદાવાદના ફોટો જર્નાલિસ્ટ પાસે વાજપેયીજીની તસવીરોનું કલેક્શન (ETV Bharat Gujarat) ગાંધીનગરથી ચૂંટણી લડ્યા ત્યારે બળદગાડામાં આવીને ફોર્મ ભર્યું
તેમણે અટલ બિહારી વાજપેયીના 1991ના એક ફોટા વિશે જણાવ્યું હતું કે, રાજસ્થાનના જયપુરમાં ભાજપના પ્રોગ્રામમાં અટલજીના ફોટા છે અને બીજો ફોટો 1996 ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ગાંધીનગરથી લડ્યા હતા. ત્યારે ચૂંટણીનું ફોર્મ ભરવા તે બળદગાડામાં ગયા હતા તેની અદભુત તસવીરો છે.
વાજપેયીજીની સભાનો સંબોધતા સમયની તસવીર (ETV Bharat Gujarat) એક ત્રીજી તસવીરમાં 1997 માં જશવંતસિંહની સાથે અટલજી અમદાવાદ આવ્યા હતા. તે સમયે ભાજપમાં આંતરિક બળવો પણ થયો હતો. તેમાં સમાધાન કરવા માટે વાજપાયીજી અમદાવાદ આવ્યા હતા. 2002માં ગોધરા કાંડ પછી લોકો કેમ્પમાં રહેતા હતા તેમને મળવા માટે અટલ બિહારી વાજપાયી અમદાવાદના શાહ આલમ દરગાહમાં આવ્યા હતા. તેમની સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા. 1966 માં જ્યારે જનસંઘ હતો ત્યારે પણ એક કાર્યક્રમમાં અટલજી આવ્યા હતા. તે સમયે જનસંઘ એક બહુ જ મોટી વિપક્ષની ભૂમિકા ભજવતો હતો અને લોકોના પ્રશ્નોને લઈ જાહેરમાં ઘણા પ્રોગ્રામ કરતા હતા અને વિરોધ પ્રદર્શન પણ કરતા હતા.
અમદાવાદના ફોટો જર્નાલિસ્ટ પાસે વાજપેયીજીની તસવીરોનું કલેક્શન (ETV Bharat Gujarat) PM મોદી સાથે અટલ બિહારી વાજપેયીની તસવીર (ETV Bharat Gujarat) આ પણ વાંચો:
- અટલ બિહારી વાજપેયી માટે બીજું ઘર સમાન હતુ ગુજરાત
- "વાજપેઈજીની 100મી જન્મજયંતિ", PM મોદીના વતનમાં આ રીતે કરાઈ સુશાસન દિવસની ઉજવણી