ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યવ્યાપી પોલિયો અભિયાનની શરૂઆત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો પ્રારંભ - Anti Polio Vaccination Campaign - ANTI POLIO VACCINATION CAMPAIGN

આજથી રાજ્યવ્યાપી પોલિયો અભિયાનની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બાળ લકવા નાબૂદી અભિયાન-2024’ અન્વયે નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે 23 જૂન 2024 અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. Anti Polio Vaccination Campaign

રાજ્ય વ્યાપી પોલિયો ઝુંબેશનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
રાજ્ય વ્યાપી પોલિયો ઝુંબેશનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 23, 2024, 2:32 PM IST

રાજ્ય વ્યાપી પોલિયો ઝુંબેશનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ (Etv Bharat gujarat)

ગાંધીનગર: આજથી રાજ્યવ્યાપી પોલિયો અભિયાનની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બાળ લકવા નાબૂદી અભિયાન-2024’ અન્વયે નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે 23 જૂન 2024 અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.

83 લાખ 72 હજાર ભૂલકાઓનું રસીકરણ: રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષની વય જૂથના 83 લાખ 72 હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. આ હેતુસર 1 લાખ 33 હજાર 956 આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના 33,489 પોલિયો બુથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાશે. સમગ્ર રાજ્યમાં 23 જૂન 2024ના રવિવારને 'પોલિયો રવિવાર' તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આરોગ્યકર્મીઓ પોલિયો ટીપા પીવડાવશે: તા. 24 અને 25 જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને 0 થી 5 વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપાં પીવડાવી આ અભિયાનનો પ્રતિકાત્મક પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાંબહેન પટેલ, આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી અને ભૂલકાઓના માતા-પિતા તેમજ આરોગ્ય અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.

  1. તાપી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, કુકરમુંડામાં 3 ઈંચ અને વ્યારામાં અઢી ઈંચ વરસાદ - rain in tapi
  2. તાપીના પેલાડ બુહારી ગામેથી દોઢ વર્ષની દીપડી પાંજરે પુરાઈ, વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયું - cub rescued by forest department

ABOUT THE AUTHOR

...view details