ગુજરાત

gujarat

ખેડામાં વરસાદનો બીજો રાઉન્ડ, ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ - Rain Update Kheda

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2024, 11:27 PM IST

હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત ભારે વરસાદની આગાહી કરવામાં આવી તે દરમિયાનમાં ખેડા જિલ્લામાં ગઈકાલે રાતથી ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. - Rain Update Kheda

ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ
ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ (Etv Bharat Gujarat)

ખેડાઃહવામાન વિભાગ દ્વારા વધુ એક વખત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડા જિલ્લામાં ગઈકાલે રાતથી ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં નડિયાદ તેમજ કપડવંજ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર સહિતના તમામ તાલુકાઓમાં વરસાદ થયો છે. જિલ્લામાં સરેરાશ ત્રણેક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ (Etv Bharat Gujarat)

જિલ્લામાં સાર્વત્રિક વરસાદઃખેડા જિલ્લામાં ગઈકાલ સાંજ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા નોંધાયા હતા. નડિયાદ, કપડવંજ, મહુધા કઠલાલ સહિતના સમગ્ર જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં વરસાદ થયો હતો.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જોકે વરસાદનું જોર ઓછું થતા પાણી ઓસર્યા હતા. હાલ બીજા દિવસે પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સામાન્ય હળવા વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે. જેને પગલે જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે.

તંત્ર એલર્ટ મોડમાંઃ હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં તંત્ર એલર્ટ બન્યું છે. નીચાણવાળા વિસ્તારોના ગામોના લોકોને સાવચેત રહેલા સૂચના આપવામાં આવી છે. તેમજ સ્થાનિક તંત્રને પણ સતર્ક કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, જિલ્લાના નીચાણ વાળા વિસ્તારોમાંથી હજી હમણાં જ માંડ પાણી ઓસર્યા છે. ત્યારે વરસાદની બીજી ઈનિંગથી લોકો સહિત ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ (Etv Bharat Gujarat)

સરેરાશ ત્રણ ઈંચ જેટલો વરસાદ ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો ચાલો જાણીએ

  • કપડવંજ 126 એમએમ
  • કઠલાલ 113 એમએમ
  • મહેમદાવાદ 68 એમએમ
  • ખેડા 69 એમએમ
  • માતર 65 એમએમ
  • નડિયાદ 170 એમએમ
  • મહુધા 82 એમએમ
  • ઠાસરા 64 એમએમ
  • ગળતેશ્વર 74 એમએમ
  • વસો 77 એમએમ
  1. કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની શક્તિસિંહે મુલાકાત લીધી - State President Shaktisinh Gohil
  2. જામનગરમાં માટીના ગણપતિની મૂર્તિઓનું વેચાણ, પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધી - Clay Ganpati Idol Sale

ABOUT THE AUTHOR

...view details