ગુજરાત

gujarat

ETV Bharat / state

વધુ એક નકલી કૌભાંડ: બનાસકાંઠામાં નકલી ખાતર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, ચાર ઇસમોની અટકાયત - BANASKANTHA NEWS

ગુજરાતમાં ઘણા સમયથી નકલીનો દોર ચાલી રહ્યો છે. પહેલા નકલી તબીબ, નકલી જજ, નકલી કચેરી અને હવે તો નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2024, 7:35 AM IST

બનાસકાંઠા: ગુજરાતમાં એક બાદ એક નકલી અધિકારી, નકલી કચેરી, નકલી તબીબ, નકલી કોર્ટ બાદ હવે નકલી ખાતર બનાવવાની ફેક્ટરી બનાસકાંઠામાંથી ઝડપાઈ છે. દિયોદરના ડુચકવાડામાં પહેલા સબસીડી યુક્ત યુરિયા ખાતર બ્લેકમાં મોટી માત્રામાં ખરીદવામાં આવતું હતું. તે બાદ તેમાંથી લિક્વિડ નકલી યુરીયા ખાતર બનાવવામાં આવતું હતું અને ત્યારબાદ અલગ અલગ બ્રાન્ડેડ કંપનીઓના નામે પેકિંગ કરીને તેને બીએસસીક્સ વાહનોમાં વાપરવા માટે વેચાણ કરીને છેતરપિંડી આચરવામાં આવતી હતી. જોકે સમગ્ર મામલાનો એલસીબીની ટીમે બાતમીના આધારે પર્દાફાશ કરીને ચાર શખ્સોની અટકાયત કરી દીધી છે.

LCB ની ટીમે સમગ્ર મામલે તપાસ કરી:આ પ્રકારનો ધંધો શરૂ કરવા માટે youtube નો સહારો લેવામાં આવ્યો હતો અને youtube માં જોઈને સબસીડી યુક્ત યુરિયા ખાતરમાંથી ડુપ્લીકેટ લિક્વિડ યુરિયા ખાતર બનાવવામાં આવતું હતું. જે બાદ તેઓ અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના ડબ્બાઓમાં તેને પેક કરીને વેચાણ કરવાનું મોટું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. જે સમગ્ર મામલો એલસીબીની ટીમની તપાસમાં બહાર આવ્યો છે. એલસીબીની ટીમે કુલ છ લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમાં ચાર લોકોની હાલમાં અટકાયત કરી દીધી છે.

બનાસકાંઠામાં નકલી ખાતર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ (Etv Bharat Gujarat)

સમગ્ર મામલે ચાર શખ્સોની અટકાયત:દિયોદર એએસપીએ માહિતી આપી હતી કે youtube માં જોઈને આ શખ્સોએ યુરિયા ખાતરમાંથી લિક્વિડ નકલી યુરિયા ખાતર બનાવવા માટેની ફેક્ટરી ચલાવતા હતા. જ્યાં LCDT માં રેડ કરીને ચાર લોકોને ઝડપી લીધા છે. જોકે આ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં યુરિયા ખાતર તેમજ તેમાંથી રૂપાંતર કરવામાં આવેલું નકલી લિક્વિડ યુરિયા ખાતર અને નકલી યુરિયા ખાતર બનાવવા માટેની સાધન સામગ્રી સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે.

youtubeના માધ્યમથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા શીખ્યા: મહત્વનું છે કે હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો છે. ત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું એવું સારું શીખીને પોતાનું ભવિષ્ય સુધારી રહ્યા છે ત્યારે કેટલાક એવા લોકો છે. જે તેનો દૂર ઉપયોગ કરી સોશિયલ મીડિયામાંથી ગુનાહિત પ્રવૃત્તિઓ શીખતા હોય છે અને આખરે તેઓ કાયદાના સકંજામાં પણ ભરાઈ જતા હોય છે. દિયોદરના ડુચકવાડા ગામે નકલી ખાતર બનાવવા માટેનો કંઈક આવો જ ધંધો youtube માંથી શીખ્યો અને તે બાદ તેઓને હવે પોલીસના હાથે લાગી જતા જેલમાં જવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો:

  1. ભરૂચમાં વધુ એક દુષ્કર્મની ઘટના, જામીન પર છૂટેલા દુષ્કર્મના આરોપીએ 71 વર્ષની વૃદ્ધાને પીંખી નાખી
  2. અમદાવાદ: બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરનારા 2 ઝડપાયા, પોલીસની 20 ટીમોએ 1000 CCTV ખંગાળ્યા

ABOUT THE AUTHOR

...view details