આણંદ : ડો. તેજલ ગાંધીએ રાજ્યમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનું ગૌરવ વધ્યું છે. આણંદમાં સ્થિત આણંદ ફાર્મસી કોલેજના આચાર્ય ડો. તેજલ ગાંધીએ ગુજરાતનો ગૌરવ અપાવ્યું છે. હાલમાં હૈદરાબાદ ખાતે યોજાયેલા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના એક નેશનલ કાર્યક્રમમાં ડો. તેજલ ગાંધીને FIPA એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ડૉ. તેજલ ગાંધીએ FIPA એવોર્ડ મેળવી ઈતિહાસ રચ્યો (ETV Bharat Reporter) - ફાર્મસી કોલેજના આચાર્યડૉ. તેજલ ગાંધી
આણંદ ફાર્મસી કોલેજના આચાર્ય ડૉ. તેજલ ગાંધીને FIPA (fellow of India pharmaceutical association) એવોર્ડ મળ્યો છે. હૈદરાબાદમાં મળેલી 73મી IPC(Indian pharmaceutical congress) અંતર્ગત આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ડો. તેજલ ગાંધી 73મી ભારતીય ફાર્માસ્યુટિકલ કોંગ્રેસમાં IPA ફેલોશીપ એવોર્ડ મેળવનાર ગુજરાતના પ્રથમ મહિલા બન્યા છે.
- FIPA એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા
ડૉ. તેજલ મોદી હાલ GTU ના એસોસીએટ ડિન તરીકે કાર્યરત છે. તેજલ ગાંધીને આ એવોર્ડ શિક્ષણ, સંશોધન અને કોમ્યુનિટી ફાર્માસિસ્ટ તરીકેના તેમના યોગદાન બદલ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાર્મસી ક્ષેત્રની આણંદ લોકલ બ્રાન્ચને પાંચમી વખત એક્સેલેન્સ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેજલ મોદી છેલ્લા 21 વર્ષથી ઇન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોસિએશન સાથે સંકળાયેલા છે.
ગૌરવવંતા ગુજરાતી મહિલા (ETV Bharat Reporter) - ફાર્મસી ક્ષેત્રમાં 31 વર્ષનું અમૂલ્ય યોગદાન
ડો. તેજલ ગાંધીએ ETV Bharat સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 31 વર્ષ કરતા વધુ સમયથી ફાર્મસી ક્ષેત્રમાં અકેડેમીશિયન તરીકે સેવા આપી રહ્યા છે. આ વર્ષો દરમિયાન તેમણે ઘણા રિસર્ચ અને અન્ય ફાર્મા વિષય સંબંધિત સંશોધન અને રિસર્ચ મોડ્યુલમાં યોગદાન આપ્યું છે. છેલ્લા 12 વર્ષથી આણંદ ફાર્મા એસોસિએશનની સ્થાપના અને ત્યારબાદ તેના સફળ સંચાલનને કારણે આજે તેને 5મી વખત તેમને એક્સલન્સ એવોર્ડ મળ્યો છે.
- સેવાકાર્ય અને સંશોધનનો સુમેળ
શ્રી રામકૃષ્ણ સેવા મંડળમાં આણંદ ફાર્મસી કોલેજના ઘણા વિદ્યાર્થીઓએ પણ સન્માનિય એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. તેમના એસોસિએશન દ્વારા અનેક સેવાકાર્યો કરવામાં આવે છે. જેમાં ફાર્મા અવેરનેશ, ગ્રામ્ય સ્તરે જાગૃતિ લાવવી અને ઈન્સ્ટિટ્યૂટમાં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સમાજ માટેની જવાબદારી અંગે જાગૃત કરવા વગેરે પ્રકારની સેવાને ધ્યાને રાખીને તેજલ મોદીનું નોમિનેશન થયું હતું. FIPA એવોર્ડ મેળવીને ડો. તેજલ મોદીએ ગુજરાતમાંથી પ્રથમ મહિલા તરીકે આ એવોર્ડ જીતવાની સિધ્ધિ મેળવી છે.
- ભારતીય સિવિલ સર્વિસ ઈતિહાસની પહેલી લિંગ બદલવાની ઘટના
- ઓલિમ્પિક્સમાં મહિલા 100 મીટર હર્ડલ દોડમાં ક્વોલિફાય થનાર પહેલી ભારતીય