અમરેલી : કોરોનાકાળ બાદથી નાની વયના યુવકોના ધબકતા હૃદય અચાનક બંધ થઈ જવા અને હાર્ટ એટેકના કારણે મોત થવાના બનાવો વધ્યા છે. એવી જ એક ઘટના અમરેલી જિલ્લાના રાજુલામાં બની હતી. રાજુલાના 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.
ગરબે રમતા રાજુલામાં 24 વર્ષીય યુવકનું મોત, લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો - RAJULA YOUNG MAN DIES
અમરેલીના રાજુલામાં 24 વર્ષીય યુવકનું ગરબા રમતા સમયે હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. એકના એક પુત્રનું મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
Published : Nov 18, 2024, 10:46 AM IST
રાજુલાના યુવકનું મોત :લગ્ન પ્રસંગમાં ગરબે રમતા રમતા યુવક પાવન પટેલનું હાર્ટ એટેક આવવાના કારણે મોત નીપજ્યું છે. આ યુવક ગરબા રમી રહ્યો હતો, એ દરમિયાન અચાનક ઢળી પડતા સ્થળ પર હાજર લોકો દ્વારા તેને હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આખરે યુવકનું મોત થયું હતું.
ગરબે રમતા અચાનક ઢળી પડ્યો :24 વર્ષીય રાજુલાના યુવક પાવન પટેલનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું ફરજ પરના ડોક્ટરે જાહેર કર્યું છે. એકના એક પુત્રનું મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. યુવક ગરબા રમતા રમતા અચાનક મેદાનમાં ઢળી પડતા લોકોમાં દોડાદોડી સર્જાય હતી.