અમરેલી :શિયાળો શરૂ થતા ઘરફોડ અને ચોરીના બનાવો વધ્યા છે. જોકે, હાલમાં જ અમરેલી જિલ્લામાં એક અજીબ ચોરીનો બનાવ નોંધાયો છે. હાલ લગ્ન સમય ચાલી રહ્યા છે, ત્યારે લગ્ન પ્રસંગમાં મહેમાન બની અને ચોરો ચોરી કરી રહ્યા છે. ગત 25 નવેમ્બરના રોજ અમરેલી શહેરના લાઠી રોડ પર સ્થિતિ પાર્ટી પ્લોટમાં ચોરીની ઘટના બની હતી, જેના આરોપીને ઝડપાતા ચોંકાવનાર ખુલાસો થયો છે.
લગ્ન પ્રસંગમાં ચોરીનો કિસ્સો :અમરેલી જિલ્લામાં લગ્ન પ્રસંગમાં આપવાના દાગીનાની ચોરીનો મામલો સર્જાયો હતો. અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલા ગણેશ પાર્ટી પ્લોટમાં 25 નવેમ્બરના રોજ એક લગ્ન યોજાયા હતા. આ લગ્ન સમયે ધામધૂમથી વરઘોડો અને નાચગાન ચાલી રહ્યા હતા. જે દરમિયાન એક યુવક રુ. 2,83,000 નો કરિયાવરનો સામાન ચોરી ફરાર થયો હતો. જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
લગ્ન પ્રસંગમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ (ETV Bharat Gujarat) એક ઝડપાયો, ત્રણ સાગરિત ફરાર :પોલીસ ફરિયાદના આધારે પોલીસ દ્વારા પાર્ટી પ્લોટના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. અમરેલી LCB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે LCB પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી તપાસ કરતા મધ્યપ્રદેશની ગેંગના વિકાસ નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછ કરતા આખરે ચોરી કર્યાનું કબૂલ કર્યું હતું.
ત્રણ જિલ્લાની ચોરીનો ભેદ ખુલ્યો :આરોપીની કબૂલાતના આધારે અમરેલી, જૂનાગઢ અને આણંદ લગ્ન પ્રસંગમાં ચોરી કરતી ગેંગનો અમરેલી LCB દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. યુવક પાસેથી કુલ રૂપિયા 14,31,000 ના સોના-ચાંદીના દાગીના સાથે મુદ્દામાલ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. ત્રણ જિલ્લાની ચોરીનો ભેદ અમરેલી એલસીબી દ્વારા ઉકેલવામાં આવ્યો છે.
- સાસુની હત્યાનો આરોપી જમાઈ ઝડપાયો: 14 પોલીસ ટીમોએ કર્યો પર્દાફાશ
- અમરેલી સામુહિક દુષ્કર્મ કેસની તપાસમાં દેહ વ્યાપારનો ચોંકાવનારો કિસ્સો