ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના લાઠી ખાતે વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓ શરૂ, પીએમ ભારત માતા સરોવરનું કરશે ઉદ્ઘાટન - PM NARENDRA MODI

અમરેલી જિલ્લાના લાઠી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટેના કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

અમરેલીના લાઠી ખાતે વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓ શરૂ
અમરેલીના લાઠી ખાતે વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓ શરૂ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2024, 6:48 PM IST

અમરેલી: જિલ્લાના લાઠી તાલુકાના દુધાળાના વતની અને ઉદ્યોગપતિ પદ્મશ્રી ડો. સવજીભાઇ ધોળકીયા દ્વારા ગાગડીયો નદી પર નમુનેદાર જળસંચયની કામગીરી કરી સરોવરોની હારમાળાનું સર્જન કરવામાં આવ્યું છે. તે પૈકીના ભારત માતા સરોવરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28મીએ લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનને લઈને વહીવટી તંત્ર પણ વ્યસ્ત બની ગયું છે.

તમને જણાવી દઈએ કે, લાઠી તાલુકાના દુધાળામાં સવજી ધોળકિયાના નિવાસ સ્થાન હેતની હવેલી ખાતે આગામી તારીખ 28ના રોજ ભારત માતા સરોવર લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. અહી વડાપ્રધાનના હસ્તે સરોવરનું લોકાર્પણ કરાશે. પરિણામે દુધાળા ખાતે જિલ્લાભરના વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર મુલાકાતનો દોર શરૂ થયો છે.

અમરેલીના લાઠી ખાતે વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓ શરૂ (Etv Bharat Gujarat)

ઉપરાંત લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં વડાપ્રધાન આવી રહ્યાં હોવાથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં હેલીપેડ, વાહન પાર્કિંગ, સભાખંડ બનાવવા માટેની તમામ સુવિધાઓની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે તૈયારીઓ માટે અધિકારીઓ સ્થળની મુલાકાત લઇ રહ્યા છે અને જરૂરી સમીક્ષા કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 11મી સપ્ટેમ્બર 2017માં નરેન્દ્ર મોદી અમરેલીમાં આવ્યા હતા, ત્યારે અન્ય એક સરોવર અહીં ખુલ્લું મુકાયું હતું. ત્યારબાદ 7 વર્ષ પછી વડાપ્રધાન ફરી જિલ્લામાં આવી રહયા છે અને તેઓ એક નવા સરોવરનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો:

  1. રાજ્ય સરકારનો ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ, અતિવૃષ્ટીને લઈને 1419 કરોડનું કૃષિ રાહત પેકેજ કર્યુ જાહેર
  2. સાબરકાંઠામાં 240 થી વધારે લોકો હેલ્મેટ વિના ઝડપાયા, આરટીઓ વિભાગની કચેરી ખાતે મેગા ડ્રાઈવ

ABOUT THE AUTHOR

...view details