અમરેલી:સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સતાધારની જગ્યામાં વિવાદ ચાલી રહ્યો છે. વિવાદને કારણે અનેક સંતો મહંતો અલગ અલગ નિવેદન આપી રહ્યા છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવેલા માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે.
સતાધાર જગ્યાના સમર્થનમાં અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. આ નિવેદનો બાદ અમરેલી જિલ્લામાંથી માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુએ નિવેદનની પહેલ કરી છે. સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના મહત્વની સૌથી પહેલી પ્રતિક્રિયા સતાધાર મુદ્દે ચાલી રહેલા વિવાદોને લઈને સામે આવી છે. સતાધારનો મુદ્દો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે પીડાજનક છે એમ ભક્તિરામ બાપુએ જણાવ્યું હતું.
મહંત ભક્તિરામ બાપુએ કહ્યું કે, "સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે કોઈ પુરાવા વગર પ્રુફ વગર બોલવું તે વ્યાજબી નથી. સતાધાર વિશે સોશિયલ મીડિયામાં બોલવું તે આપણા સનાતન ધર્મ માટે નુકસાન છે. કોઈને પર્સનલ વાંધો હોય તો મળીને વાત કરવી જોઈએ પરંતુ જગ્યાને બદનામ કરવાથી સનાતન ધર્મને નુકસાન થાય છે."