અમરેલી :ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લામાં પણ સિંહ પરિવાર વસવાટ કરે છે. અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી અવારનવાર સિંહના વીડિયો વાયરલ થાય છે. આજે વધુ એક સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં આવેલા લુણસાપુર ગામે શિકાર શોધવા સિંહ આવ્યા હતા, જેનો વીડિયો વાયરલ થયો છે.
VIDEO: અમરેલીમાં જાફરાબાદી ભેંસ 3 સિંહોની સામે પડી, છેલ્લે સુધી જીવની સટોસટી ખેલાઈ - AMRELI LION VIRAL VIDEO
અમરેલી જિલ્લાના જાફરાબાદના લુણસાપુરમાં શિકારની શોધમાં આવેલા સિંહોએ એક ભેંસને નિશાન બનાવી હતી. આ બનાવના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
Published : Nov 22, 2024, 3:51 PM IST
|Updated : Nov 22, 2024, 9:01 PM IST
જાફરાબાદી ભેંસનું મારણ કરતા સિંહ :અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાઈ કાંઠા વિસ્તારની અંદર સિંહ વસવાટ કરી રહ્યા છે. જાફરાબાદના લુણસાપુર ગામે શિકારની શોધમાં ત્રણ સિંહ પહોંચ્યા હતા. ત્રણ સિંહોએ શિકાર કરવા માટે જાફરાબાદી ભેંસ ઉપર હુમલો કર્યો હતો. ત્રણ સિંહો સામે જાફરાબાદી ભેંસે વળતો પ્રહાર કરતા આખરે સિંહ ભેસનો શિકાર છોડી અને જંગલ તરફ નાસી છૂટ્યા હતા.
બનાવના CCTV ફૂટેજ વાયરલ થયા :આ બનાવ CCTV કેમેરામાં કેદ થયો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. રાત્રિ અને દિવસ દરમિયાન સિંહ ગ્રામીણ વિસ્તારમાં શિકારની શોધમાં આવતા હોય છે. રાત્રિ અને દિવસ દરમિયાન શિકાર કરતાં સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.