અમરેલી :આજે વહેલી સવારે અમરેલી પંથકના કેટલાક ગામમાં શિયાળાની કડકડતી ઠંડીમાં સુતેલા લોકોએ ભૂંકપનો હળવો આંચકો અનુભવ્યો હતો. આ અંગે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે માહિતી આપતા 2.5 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી.
અમરેલીમાં ભૂંકપનો આંચકો :આજે 13 ડિસેમ્બર, શુક્રવારની વહેલી સવારે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં લોકોએ હળવો ભૂંકપનો આંચકો અનુભવ્યો હતો. આ ભૂકંપની અસર સાવરકુંડલા અને ધારી સુધી જોવા મળી હતી. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.
વહેલી સવારે ધરા ધ્રુજી :અમરેલીમાં સવારે 5.51 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિએક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 2.5 નોંધાઈ છે. અમરેલી ડિઝાસ્ટર વિભાગ ભૂકંપથી અજાણ છે, જ્યારે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે ભૂકંપના આંચકા આવ્યાની પુષ્ટિ કરી છે. સાથે જ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 42 કિલોમીટર દૂર દક્ષિણમાં છે.
કેન્દ્ર બિંદુ અમરેલીથી 42 કિમી દૂર :અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. વહેલી સવારે કડકડતી ઠંડીમાં ઊંઘી રહેલા લોકોએ આંચકાનો અનુભવ કર્યો, આથી તેઓ તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 42 કિલોમીટર દૂર સાઉથમાં નોંધાયું હોવાની સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી છે.
- મારણ કરી મીજબાની માણતા સિંહ, બાળસિંહ સાથે નીકળ્યો સિંહ પરિવાર
- પ્રાકૃતિક ખેતીમાં પ્રગતિ, અમરેલીના એક ખેડૂતને ફળી શાકભાજીની ખેતી