ગુજરાત

gujarat

ETV Bharat / state

AMC ફૂડ વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન 448 એકમોનું ચેકિંગ, રુ. 3,63,000નો ખાદ્ય જથ્થો સીઝ - AMC FOOD CHECKING

અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોડી રાત્રે સુધી ચાલતા ફૂડ સ્ટોલ જેવા એકમોમાં ખાદ્ય ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

AMC ફૂડ વિભાગે નવરાત્રી દરમિયાન 448 એકમોનું ચેકીંગ
AMC ફૂડ વિભાગે નવરાત્રી દરમિયાન 448 એકમોનું ચેકીંગ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2024, 7:20 PM IST

અમદાવાદ: નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમી લીધા બાદ બહાર ખાવા માટે જતા હોય છે. ત્યારે તેમને યોગ્ય ફૂડ મળી રહે તે માટે AMC ના ફૂડ વિભાગ દ્વારા ખાધ ધંધાકીય એકમોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ફૂડ વિભાગ દ્વારા 448 જેટલા એકમોમાં ચેકીંગ હાથ ધરીને 177 એકમોને નોટિસ પણ આપી છે.

કયાં વિસ્તારોમાં થઈ રહ્યું છે ફૂડ ચેકિંગ: અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોડી રાત્રે સુધી ચાલતા ફૂડ સ્ટોલ જેવા એકમોમાં ખાધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફૂડ વિભાગ દ્વારા ગાંઠિયા રથ, પુષ્પકુંજ સર્કલ, કાંકરિયા, મણીનગર, વસ્ત્રાપુર, વાડજ, નવા વાડજ, દૂધેશ્વર, શાહીબાગ સહિત અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય એકમોના ચેકિંગ હાથ ધરવામાં આવ્યા છે. ગત 5 ઓક્ટોબર સુધીમાં 448 જેટલા ખાધા એકમોનું ચેકિંગ કરીને 177 એકમોને વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

AMC ફૂડ વિભાગે નવરાત્રી દરમિયાન 448 એકમોનું ચેકિંગ (Etv Bharat gujarat)

કઈ કઈ સામગ્રીનું ચેકિંગ કરાયું ?: આ સઘન ચેકિંગ દરમિયાન 34 મીઠાઈ, 10 દૂધ અને દૂધની બનાવટો, 1 નમકીન, 4 બેસન સોજી, 9 ખાદ્ય તેલ, 2 મસાલા અને 33 અન્ય એમ કુલ 93 શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેને ચેકિંગ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સાથે હાલ સુધીમાં 228 કિલોગ્રામ જેટલી બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે.

AMC ફૂડ વિભાગે નવરાત્રી દરમિયાન 448 એકમોનું ચેકીંગ (Etv Bharat gujarat)

2 દિવસમાં 66 નોટિસ અને 26 હજાર દંડ:નવરાત્રીના સમયગાળા દરમિયાન 3 ઓક્ટોબર અને 4 ઓક્ટોબર 2 દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અંદાજિત 104 ખાદ્ય એકમોની તપાસ કરીને 66 જેટલા ખાદ્ય એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં 26 હજાર જેટલો મ્યુનિ. વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.

AMC ફૂડ વિભાગે નવરાત્રી દરમિયાન 448 એકમોનું ચેકીંગ (Etv Bharat gujarat)

3 લાખ 63 હજારનો ખાદ્ય જથ્થો સીઝ: આ સાથે જ ફૂડ વિભાગ દ્વારા 2 લાખ 46 હજારની અંદાજિત કિંમતનો 1365 કિલોગ્રામ હલવો અને 3 લાખ 90 હજારની અંદાજિત કિંમતનો 1 હજાર 959 કિલોગ્રામ સ્વીટ ડિલાઇટ એનાલોગનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

AMC ફૂડ વિભાગે નવરાત્રી દરમિયાન 448 એકમોનું ચેકીંગ (Etv Bharat gujarat)

2 એકમોને પ્રમાણિત જાહેર કરવામાં આવ્યા: નવા વાડજમાં આવેલ નેક્ઝીલ બેવરેજીઝ પ્રા. લી. અને દૂધેશ્વર શાહીબાગમાં આવેલા ભોલેનાથ એન્ટરપ્રાઇઝમાંથી વોટર પ્લાસ્ટિક બોટલના જથ્થા મળતા તેને પ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે.

AMC ફૂડ વિભાગે નવરાત્રી દરમિયાન 448 એકમોનું ચેકીંગ (Etv Bharat gujarat)

આવનારા દિવસોમાં વધુ સઘન ચેકિંગ:ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આવનારા દિવસોમાં તહેવારને ધ્યાંને રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. મીઠાઈ, નમકીન, દૂધ, ડેરી પ્રોડક્ટ, ચોકલેટ, તૈયાર ખોરાક, ગૌણ રો મટીરીયલના ધંધા સાથે સંકળાયેલા એકમો તેમજ અલગ અલગ વોર્ડ વાઇઝ ખાદ્ય પદાર્થના ધંધા કરતા એકમો જેવા કે, મીઠાઈ, ફરસાણની દુકાનો, પાણીપુરીવાળી જગ્યા, શહેરની તમામ હોટલ્સ તથા રેસ્ટોરાંની ઇન્સ્પેક્શનની કામગીરી શરૂ કરવામાં આવશે. તેમજ આવનારા દિવસોમાં લાઇસન્સ અને રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમોનું સઘન ચેકિંગ કરીને તેમના ધંધા સીલ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો:

  1. ઇલેક્ટ્રિક સાધનોની ખરીદીમાં મોટાપાયે ગરબડના જૂનાગઢ કોર્પોરેશન પર ગંભીર આક્ષેપ: મનપાએ આરોપો નકાર્યા
  2. અમદાવાદમાં "રામ મંદિર" થીમ પર ગરબા, ખેલૈયાઓ ભગવા રંગે રંગાયા

ABOUT THE AUTHOR

...view details