ગુજરાત

gujarat

ETV Bharat / state

"તાબડતોડ એક્શન": અંબાજીની બજારમાં લૂંટ કરનાર બે ઝડપાયા, પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું - AMBAJI ROBBERY CASE

અંબાજીની બજારમાં ડરાવી ધમકાવી લૂંટ થયાનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીને ઝડપી પાડ્યા છે.

અંબાજીની બજારમાં લૂંટ કરનાર બે ઝડપાયા
અંબાજીની બજારમાં લૂંટ કરનાર બે ઝડપાયા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2024, 11:19 AM IST

બનાસકાંઠા : યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વોના ત્રાસને નાથવા માટે અંબાજી પોલીસ સક્રિય બની છે. અંબાજી પોલીસે લૂંટ કરીને ફરાર થયેલા બે શખ્સોને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા. સાથે જ તેમને ઘટનાસ્થળે લઈ જઈ લૂંટની ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તે બાબતે પોલીસે રિકન્સ્ટ્રકશન કર્યું હતું.

અંબાજીની બજારમાં લૂંટનો બનાવ :અંબાજીની બજાર બે શખ્સોએ ધોકા વડે ડરાવી ધમકાવીને રૂપિયા 9,700 પડાવ્યા હતા. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે બંનેને ઝડપી લેવા માટે ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. અંબાજી પોલીસને લૂંટ કરી ફરાર થનાર બંને શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે આરોપી પપ્પુ ભગા સોલંકી અને સુરેશ ગના સોલંકીને ગણતરીના કલાકમાં જ ઝડપી લીધા છે.

અંબાજીની બજારમાં લૂંટ કરનાર બે ઝડપાયા (ETV Bharat Gujarat)

આરોપીઓનું સરઘસ કાઢ્યું :અંબાજી પોલીસ દ્વારા બંને શખ્સોને ઘટનાસ્થળે લાવી બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને આવા અસામાજીક તત્વોથી કોઈને પણ ડરવાની જરૂર ન નથી તેવો સંદેશ આપ્યો હતો. અંબાજી પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરીને તેમને કાયદાનો પાઠ ભણાવશે તેવી અસામાજિક તત્વોને ચીમકી આપી છે.

અસામાજિક વિરુદ્ધ કડક કાર્યવાહી : અંબાજી પોલીસ મથકના PI આર. બી. ગોહિલે જણાવ્યું કે, બંને શખ્સોએ ધોકા વડે લૂંટ કરી હોવાની ફરિયાદ મળતા જ પોલીસે ગુનો નોંધીને બંનેને ઝડપી લેવા માટે તાત્કાલિક જ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બંનેને બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યા છે. અંબાજીમાં અસામાજિક વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

  1. અંબાજી નજીક દર્શનાર્થીઓની ત્રણ ખાનગી બસ પર "પથ્થરમારો", પોલીસ ટીમો દોડતી થઈ
  2. બનાસકાંઠામાં કારના બોનેટમાં છૂપાવીને રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો લાખોનો દારૂ પકડાયો

ABOUT THE AUTHOR

...view details