ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજીમાં વિશેષ સ્ટોલ બન્યા આકર્ષણનુ કેન્દ્ર, સેવા સાથે જનજાગૃતિ માટે પહેલ - Bhadravi Poonam mela - BHADRAVI POONAM MELA

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં એક જ પ્રકારના એક સરખા સ્ટોલ યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તંત્ર દ્વારા જાહેર હરાજીના પ્લોટની એક સરખી ડિઝાઇન તેમજ ખાસ કલર કોડ સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

પોષણ સ્ટોલ
પોષણ સ્ટોલ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2024, 8:59 AM IST

બનાસકાંઠા :ભાદરવી પૂનમના મહામેળામાં વેચાણકર્તાઓની સુખ અને સુવિધા માટે વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરાયું છે. ભાદરવી પૂનમના મેળામાં એક જ પ્રકારના એક સરખા સ્ટોલ યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

અંબાજીમાં વિશેષ સ્ટોલ બન્યા આકર્ષણનુ કેન્દ્ર (ETV Bharat Gujarat)

મેળાના બ્રાન્ડીંગ પર વિશેષ ભાર :અંબાજી ખાતે વેચાણકર્તાઓને મુશ્કેલી ન પડે તેમજ પદયાત્રિકો અને યાત્રાળુઓની સુખ અને સુવિધા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ વખતે મેળાના બ્રાન્ડીંગ પર વિશેષ ભાર મુકાયો છે. જેને પગલે મેળામાં જાહેર હરાજીના પ્લોટની એક સરખી ડિઝાઇન તેમજ ખાસ કલર કોડ સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ એક જ પ્રકારના એક સરખા સ્ટોલ મેળામાં દરેક યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

એક સરખા સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર :દાંતા-અંબાજી રોડ અને હડાદ-અંબાજી રોડ પર જાહેર હરાજીના એક સરખા સ્ટોલનું વેચાણ કરાયું છે. જેમાં 264 સ્ટોલનું વેચાણ કરાયું છે. આ પ્લોટમાં લાલ કલરના વિવિધ વિભાગોના સ્ટોલ રાખવામાં આવેલ છે. જેમાં વિવિધ ચીજ વસ્તુઓ અને માતાજીના શણગાર, કંકુ, ચુંદડી, સખી મંડળની બહેનો દ્વારા બનાવાયેલ હાથ વણાટ અને હસ્તકલાની આઇટમોના સ્ટોલ આકર્ષણ જમાવી રહ્યા છે. સાથે સાથે અંબાજી મેળાનું એક વિશેષ બ્રાન્ડીંગ કરી રહ્યા છે.

પોષણ સ્ટોલ : આવા જ એક સ્ટોલની મુલાકાત લેતાં સ્ટોલના સંચાલિકા અને દાંતાના મુખ્ય સેવિકા જયશ્રીબેન સુથારે જણાવ્યું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા પંચાયત બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ ICDS વિભાગ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં પોષણ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટોલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાકીય માહિતીનું પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું છે. દરેક માઇભક્તોને પોષણ માહ, પોષણ મૂલ્ય અને ખોરાક અંગે જાગૃતિ આવે એ માટે વિવિધ વાનગીઓના નિદર્શન દ્વારા પ્રસાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

  1. રોશનીથી ઝગમગતા અંબાજી મંદિરનો ડ્રોન વીડિયોનો મંત્રમુગ્ધ નજારો
  2. ક્યુઆર કોડ સ્કેન કરી મેળવો ભાદરવી પૂનમ મેળાની તમામ માહિતી

ABOUT THE AUTHOR

...view details