મોતની મુસાફરીના દ્રશ્યો કેમેરામાં કેદ અંબાજી: શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલ પરિક્રમા મહોત્સવમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી જ્યારે ચોક્કસથી તંત્ર દ્વારા કરાયેલ નિશુલ્ક મુસાફરીમાં ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. રીક્ષાઓમાં ઘેટા બકરાની જેમ યાત્રિકોને ભરી યાત્રિકોને મોતની મુસાફરી કરાવતા હોવાના દ્રશ્યો સામે આવતા તંત્રની સામે અનેક સળગતા સવાલો ઉભા થવા પામ્યા છે. શું તંત્ર પરિક્રમા કરાવે છે કે મોતની પરિક્રમા કરાવે છે ? તેવા પણ સળગતા સવાલ ઊભા થવા પામી રહ્યા છે.
પોલીસની હાજરીમાં બેફામ રીક્ષા ચાલકોએ મોતની મુસાફરી કરાવતા દ્રશ્યો
અંબાજી ગબ્બર સર્કલ પરના દ્રશ્યો સામે આવતા ચોક્કસથી એક તરફ પોલીસ જવાનો ઊભા છે જ્યારે બીજી તરફ રિક્ષામાં ઘેટા બકરાની જેમ લોકોને ભરી મોતની મુસાફરી કરવામાં આવી રહી છે. પોલીસ મુકપ્રેક્ષક બની ફક્ત દ્રશ્ય જોતી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
મોટી કોઈ ઘટના સર્જાય તો જવાબદાર કોણ
પરિક્રમા મહોત્સવને લઈ આજે હજારોની સંખ્યામાં લોકો જ્યારે અંબાજી આવ્યા છે ત્યારે આ લોકોની વચ્ચેથી બેફામ આડેધડ લોકોને મોતની મુસાફરી કરવામાં આવી રહી છે. જો ગાડી પલટી મારે કે કોઈ અકસ્માત સર્જાય અને મોટી ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ કેમ પોલીસ મુકપ્રેક્ષક બની આ દ્રશ્ય નિહાળતી રહી કેમ કોઈ પણ પ્રકારે પોલીસે કાર્યવાહી ન કરી તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
તંત્રની વિના મૂલ્ય મુસાફરીની સવારી બની મોતની સવારી
અંબાજી આવતા યાત્રિકો માટે તંત્ર દ્વારા વિનામૂલ્ય રીક્ષા એટલે કે વિના મૂલ્ય મુસાફરીની સવારી જાણે મોતની સવારી બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ખાસ કરીને કહી શકાય કે અંબાજી વિસ્તારમાં ભીડ વચ્ચે પણ રીક્ષા તાલુકો ઘેટા બકરાની જેમ યાત્રીકોને અંદર ભરી યાત્રિકોને શરીર બહાર લટકતું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે રીક્ષા ચાલકોની સાથે પ્રાઇવેટ વાહન ચાલકો જેવા કે ઇક્કો કારમાં પણ બેફામ દરવાજાઓ ખુલ્લા રાખી લોકોને બહાર લટકાવી લઈ જતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આ દ્રશ્યો જોતા ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ અનેક સળગતા સવાલ ઉભા થવા પામી રહ્યા છે.
70% શરીર વાહનથી બહાર લટકતું જોવા મળ્યું
ઘેટા બકરાની જેમ બેસાડી મુસાફરી કરાવતા રિક્ષામાં યાત્રિકોનું 70% શરીર વાહનથી બહાર જોવા મળ્યું હતું તેમ છતાં પણ રિક્ષા ચાલકે પોતાની સમજદારી ન બતાવી અને બેફામ આડેધડ રીક્ષામાં ઘેટા બકરાની જેમ યાત્રિકોને બેસાડી અને મુસાફરી કરાવતા દ્રશ્યો સામે આવતા યાત્રિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે જ્યારે ટ્રાફિક જવાનો સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
- Ambaji Shaktipeeth Parikrama : માઁ અંબાના સાનિધ્યમાં ગુજરાત સરકાર, 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની ભવ્ય ઉજવણી
- Ambaji 51 Shaktipith Parikrama: 51 શક્તિપીઠ પરિક્રમાનો 3જો દિવસ, 2 દિવસમાં 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા