અમદાવાદ:ગુરૂવારે મળેલી અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. અવારનવાર જ્યારે ફૂડ ઇન્સ્પેક્ટર જે તે જગ્યાએ ચેકિંગ માટે જતા હોય છે ત્યારે તેમના પર આક્ષેપો પણ લાગતા હોય છે, તો ક્યારેક સામેવાળા પક્ષ સામે જીભાજોડી કે માથાકૂટ પણ થતી હોય છે. આ પ્રકારની સમસ્યા ન થાય અને લોકોને સારી ક્વોલિટીનો ફૂડ મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે ફૂડ ઇન્સ્પેકટર બોડી ઓન કેમેરાથી સજ્જ, બધી જ કામગીરી થશે પારદર્શી : AMC - Food inspector with body on camera
નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ફૂડ સેફટીને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક અગત્યની નિર્ણય લેવામાં આવ્યો છે ફૂડ ચેકિંગ માટે જતાં ફૂડ ઇન્સ્પેક્ટરને બોડી ઓનકેમેરા લગાડવામાં આવશે. Food inspector with body on camera
હવે ફૂડ ઇન્સ્પેકટર બોડી ઓન કેમેરાથી સજ્જ (Etv Bharat Gujarat)
Published : Sep 19, 2024, 10:18 PM IST
હવે નવરાત્રીના તહેવારને આડા ગણતરીના દિવસો રહ્યા છે. તહેવારમાં અને ખાસ નવરાત્રિમાં મોદી રાત્રે મોટી સંખ્યામાં લોકો બહાર ખાવા માટે જતા હોય છે તેઓને સારું ફૂડ મળે તે માટે ફૂડ ડિપાર્ટમેન્ટ મેદાનમાં આવશે અને ફૂડ ઇન્સ્પેક્ટરને બોડી ઓન કેમેરા લગાડવામાં આવશે જેનું લાઇવ મોનીટરીંગ કરવામાં આવશે. કઈ જગ્યાએ ગયા? કેટલા સેમ્પલ લીધા ? સેમ્પલનો શું રિપોર્ટ આવ્યો ? તે બધું મોનિટર કરવામાં આવશે.