અમદાવાદ:વહેલી સવારથી જ તમામ માધ્યમોમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો હતો કે ઓગણ ખાતે આવેલા મંડળી ગરબામાં હવામાં ફાયરિંગ કરવાની ઘટના બની છે. આ ઘટના બાબતે ઈટીવી ભારત દ્વારા શહેરના સોલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાંથી મળતી માહિતી પ્રમાણે પોલીસ દ્વારા આ સમગ્ર બાબતનું ખંડન કરવામાં આવ્યું છે.
આ અફવા છે કોઈ આવો બનાવ બન્યો નથી:સમગ્ર માધ્યમોમાં ચકચારી મચાવતો એક સમાચાર ફરી રહ્યા છે કે, અમદાવાદના પ્રસિદ્ધ મંડળી ગરબામાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બની છે. આ ઘટના વિશે વિગતે માહિતી મેળવવા અને પૃથકરણ કરવા માટે જ્યારે સોલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સોલા પોલીસ સ્ટેશનમાંથી માહિતી મળતા જાણવા મળ્યું કે, "આ પ્રકારનો કોઈ પણ બનાવ બન્યો નથી. જોકે ન્યૂઝમાં કેવી રીતે આ બાબત વાયરલ થઈ છે તે હવે તપાસ કરીએ છીએ."
સ્થળ પર PI અને PSI બંને હાજર હતા: પોલીસ આ મુદ્દે જાણવતા કહ્યું કે, "ન્યુઝમાં જે જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જગ્યા પર સવારે 7:30 વાગ્યા સુધી અમારા PSI ગઢવી અને 6 વાગ્યા સુધી અમારા PI કે.એન. કુકણ પણ પોતે હાજર હતા, અત્યારે સવારે અમારી સોલા પોલિસ સ્ટેશનની સર્વેલેન્સ ટીમ અને PSI બધા ત્યાં જઈને આવ્યા છે."