અમદાવાદ: અમદાવાદ શહેરમાં અવારનવાર એવા બનાવો બનતા હોય છે, જેમાં લોભામણી લાલચમાં આવીને લોકો પોતાના પૈસાનું રોકાણ કરી દેતા હોય છે અને ક્યારેક ઘણું મોડું થઈ જાય છે ત્યારે તેમને ખબર પડે છે કે તેમની સાથે કોઈ ફ્રોડ થયો છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે જ્યાં 59 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ ફરિયાદીને ખબર પડી કે તેની સાથે એક ફ્રોડ થયું છે.
વોટ્સએપ ગ્રુપમાં જોઇન થતા થઈ જોવા જેવી
અમદાવાદ સાબર ક્રાઇમ એસ.પી હાર્દિક માકડીયા જણાવે છે કે, અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ફરિયાદીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક એવી જાહેરાત મળી હતી કે કોઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તો તેમાં તેમને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની ટીપ્સ મળશે. તમને જણાવી દઈએ કે ફરિયાદી જ્યારે ગ્રુપમાં જોડાયા હતા. ત્યારે તે ગ્રુપમાં અલગ અલગ મેમ્બર્સ હતા. જેમના દ્વારા આમની ટીપ્સ ફોલો કરવાથી શેર માર્કેટમાં ઘણો બધો પ્રોફિટ થયો હોય એવા સ્ક્રીનશોટ નાખવામાં આવતા હતા.
પ્રાથમિક તબક્કે ફરિયાદીને મળ્યો હતો પ્રોફીટ
પ્રાથમિક તબક્કે જ્યારે ફરિયાદીએ આમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું ત્યારે તેને પણ પ્રોફિટ મળ્યો હતો, ત્યારબાદ તેમનું એક એકાઉન્ટ ખોલાવીને એક વેબપેજ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ફરિયાદી પાસેથી અલગ અલગ રીતે 59 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવીને તેમાં બમણો પ્રોફિટ દેખાડીને વધુ પૈસાની માંગણી કરવામાં આવતી હતી, જ્યારે ફરિયાદી આ એપ ઉપરથી પૈસા ઉપાડવા જાય છે ત્યારે પૈસા ઉપાડતા નથી અને તેને કહેવામાં આવે છે કે કોઈ ટેક્સના નામે કે પછી પેનલ્ટીના નામે વધુ પૈસા ભરો, ત્યારે ફરિયાદીને ખ્યાલ આવ્યો કે તેની સાથે ફ્રોડ થયો છે.
ફ્રોડ થયાની જાણ થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
આ અંગેની ફરિયાદ ફરિયાદી દ્વારા મકરસંક્રાંતિના આગલા દિવસે એટલે કે 13 જાન્યુઆરીના રોજ અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે નોંધાવી હતી. ત્યારે સાબર ક્રાઈમ દ્વારા આ અંગે તપાસ કરી કે કયા એકાઉન્ટમાં આ પૈસા વિડ્રો થયા છે. તો એક 20 લાખની રકમ અમદાવાદમાં એક એકાઉન્ટમાં વિડ્રો થઈ છે, આ અંગે વધુ તપાસ કરતાં સાયબર ક્રાઇમ દ્વારા ઉતરાયણના દિવસથી લઈને આ જ દિવસ સુધી અલગ અલગ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.