અમદાવાદ:BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરી ચર્ચામાં આવ્યા છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ જામીન માટે હાઇકોર્ટનું દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ચાર્જશીટ પહેલા રેગ્યુલર જામીન આપવાની ગુજરાત હાઇકોર્ટે સાફ ઇનકાર કર્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર. મેગડેએ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી રિજેક્ટ કરી દીધી હતી. ત્યારબાદ આ જામીન અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.
અગાઉ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરેલા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજીને પણ ફગાવવામાં આવી હતી. આ જામીન અરજીની ગ્રામ્ય કોર્ટની ડિસ્ટ્રિક્ટ જજ કમલ એમ. સોજીત્રાએ રિજેક્ટ કરી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે, 'આરોપી સામે તપાસ નાજુક તબક્કામાં છે. જો જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે છેડા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.'
આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની રેગ્યુલર જામીન અરજી વિરોધ કરતા સરકાર અક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, આરોપીએ BZ ગ્રુપ અને તેની સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ મારફતે પોન્ઝી (PONZI) સ્કીમ ચલાવી ઊંચા વ્યાજની લોકોને લાલચ આપી હતી, અને તેમના પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આરોપીનો ઈરાદો પહેલાથી જ લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાનો હતો. આરોપીએ પ્લાનિંગ સાથે કૌભાંડ આચાર્ય હતું. તેને કોઈ પણ સંજોગોમાં જામીન આપી શકાય નહીં.
BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6 હજાર કરોડનું કૌભાંડ આચાર્ય હોવાના ગાંધીનગર CID આક્ષેપ કર્યા હતા. આ મુદ્દે ગત સુનાવણી દરમિયાન સરકારી વકીલે ગ્રામ્ય સેશન કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભુપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તાલોદ પૂરતું જ નાણા ધિરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આંખો નેટવર્ક ઊભું કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી હતી. જેમાં એજન્ટ મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આની સાથે સરકારી વકીલે કોર્ટમાં એ પણ માહિતી આપી હતી કે, ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થળ અને જંગલ મિલકતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના લોકોને વધુ વળતર આપવાની લોભામણી લાલચ આપીને PONZI સ્કીમમાં રોકાણ કરાવીને 6 હજાર કરોડનો કૌભાંડ BZ ગ્રુપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યો હતો. ત્યારબાદ એક મહિના પછી મહેસાણા જિલ્લામાં એક ફાર્મ હાઉસમાંથી CID ક્રાઈમ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:
- BZ કૌભાંડ કેસઃ ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોટો ઝટકો, જામીન નામંજૂર
- ભુપેન્દ્ર સિંહ ઝાલાને મળશે રાહત કે પછી રહેશે જેલના સળીયા પાછળ, જામીન અરજી પર આજે ચુકાદો આવી શકે