અમદાવાદ: BZ ગ્રુપના સીઈઓ મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને આજે શનિવારે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ભુપેન્દ્રસિંહ ઝાલાના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. CID ક્રાઈમે તેમના વધુ છ દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાને ફરી કોર્ટનો ઝટકો, વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર - PONZI SCHEME
કૌભાંડી BZ ગ્રુપના સીઈઓ મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને ફરી એકવાર કોર્ટમાંથી ઝટકો મળ્યો છે. કોર્ટે તેમને રાહત ન આપતા ફરી રિમાન્ડ વધાર્યા છે.
Published : Jan 4, 2025, 7:09 PM IST
લોકોને રોકાણ પર વધુ વળતર આપવાની લોભામણી લાલચ આપીને પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવીને 6 હજાર કરોડના કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રુપના માલિક ભુપેન્દ્રસિંહ ઝાલા ફરાર હતા. એક મહિના પછી મહેસાણા જિલ્લામાં એક ફાર્મ હાઉસમાંથી સીઆઇડી ક્રાઈમ દ્વારા ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી.
હાલ CID ક્રાઈમ દ્વારા BZ ગ્રુપની પ્રાંતિજમાં જે જગ્યાએ ઓફિસ છે, તેની આસપાસ જેટલી પણ દુકાનો આવેલી છે, તે લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. એક મહિના અગાઉ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મોટા પાયે ચાલી રહેલા પોન્ઝી સ્કીમનો CID ક્રાઇમ એ પર્દાફાશ કર્યો હતો. જેમાં બીઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાનું નામ સામે આવ્યું હતું, તેમણે પોન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવી કથિત 6 હજાર કરોડનું કૌભાંડ આચાર્ય હોવાનું ખુલ્યું હતું. આવા આરોપ લાગ્યા બાદ BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતા. આખરે CID ક્રાઇમે ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી લીધી હતી.