ગુજરાત

gujarat

ETV Bharat / state

BZ કૌભાંડ: આરોપી નરેન્દ્ર પ્રજાપતિને આજે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાશે - BZ SCAM ACCUSED NARENDRA PRAJAPATI

નરેન્દ્ર પ્રજાપતિ BZ ગ્રુપના સંપૂર્ણ હિસાબ રાખતા હતા. આજે નરેન્દ્ર પ્રજાપતિના રિમાન્ડ પૂરા થશે અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આરોપી નરેન્દ્ર પ્રજાપતિને આજે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે
આરોપી નરેન્દ્ર પ્રજાપતિને આજે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2025, 10:19 AM IST

અમદાવાદ: BZ ગ્રુપના કરોડોના કૌભાંડ સહભાગી આરોપી નરેન્દ્ર પ્રજાપતિ આજે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સેશન્સ કોર્ટે અગાઉ નરેન્દ્ર પ્રજાપતિ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરી હતી. તમને જણાવી દઈએ કે, નરેન્દ્ર પ્રજાપતિ ગ્રુપના સંપૂર્ણ હિસાબ રાખતા હતા. આજે નરેન્દ્ર પ્રજાપતિના રિમાન્ડ પૂરા થશે અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

નરેન્દ્ર પ્રજાપતિએ પોતે ભોગ બનનાર વ્યક્તિ તરીકે રજૂઆત કરી:BZ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં આર્થિક ગુનામાં આરોપી નરેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કર્યા બાદ CID ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપી રજુ કર્યો હતો. જેમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી હતી. કોર્ટમાં નરેન્દ્ર પ્રજાપતિએ પોતે ભોગ બનનાર વ્યક્તિ તરીકે રજૂઆત કરી હતી અને તેના પણ નાણા રોકાણકારોની જેમ ફસાયા છે તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આરોપી નરેશ પ્રજાપતિ BZ ગ્રુપમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરી રહ્યો હતો. CID ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન નરેન્દ્ર પ્રજાપતિના અનેક ખુલાસાઓ પણ સામે આવ્યા હતા. CID ક્રાઇમ બ્રાન્ચે નરેન્દ્ર પ્રજાપતિ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કર્યું હતું ત્યારે તેને 8 દિવસની રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે 3 દિવસ મંજુર કરી હતી.

ભુપેન્દ્ર ઝાલા જેલમાં:તમને જણાવી દઈએ કે, CID એ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રસા સાસણ ગામેથી નરેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરી હતી. નરેન્દ્ર પ્રજાપતિ નાણાસર શાખામાં નોકરી કરતો હતો અને કૌભાંડ બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો. આ પહેલાં BZ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર ઝાલા 7 જાન્યુઆરીએ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમયે ભુપેન્દ્ર ઝાલાની ફરી રિમાન્ડ માગવામાં ન આવતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. હાલ ભુપેન્દ્ર ઝાલા જેલમાં છે.

આ પણ વાંચો:

  1. ભૂપેન્દ્રસિંહ ઝાલા અંતે જેલના હવાલેઃ BZ કૌભાંડ મામલે કોર્ટે લીધા
  2. પોરબંદરમાં BZ જેવું કૌભાંડ: ઊંચા વ્યાજની લાલચે કરોડો રૂપિયા પડાવનાર બંટી-બબલી સામે ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details