ગુજરાત

gujarat

ETV Bharat / state

બોપલની 22 માળની 'ઇસ્કોન પ્લેટિનમ' માં ભીષણ આગ, એક મહિલાનું મૃત્યુ, એક બાળકી ICU માં - AHMEDABAD FIRE INCIDENT

અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્થિત 22 માળની રહેણાંક બિલ્ડીંગના એક માળ પર આગ લાગવાની ઘટના બની હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2024, 7:24 AM IST

Updated : Nov 16, 2024, 10:53 AM IST

અમદાવાદ : શુક્રવારની રાત્રે 10:30 થી 11 વાગ્યા આસપાસ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં સ્થિત 22 માળની રહેણાંક બિલ્ડીંગના એક માળ પર આગ લાગવાની ઘટના બની હતી. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, 10 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. કુલ 22 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

'ઇસ્કોન પ્લેટિનમ' માં વિકરાળ આગ :મળતી માહિતી પ્રમાણે શહેરના બોપલ વિસ્તારમાં આવેલા 22 માળની રહેણાંક બિલ્ડિંગ 'ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગ' ના બી વિંગમાં 8મા માળે ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ 22 માં માળ સુધી પહોંચી ગઈ હતી.

બચાવ અને રાહત કામગીરી :સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો અને 10 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા બારીના કાચ તોડીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

બોપલમાં 22 માળની 'ઇસ્કોન પ્લેટિનમ' માં ભીષણ આગ (ETV Bharat Gujarat)

3 વ્યક્તિ સારવાર હેઠળ :મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર ઘટના દરમિયાન આગ સમયે બિલ્ડિંગમાં રહેલા 15 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાંથી 3 લોકોને ગૂંગળામણ થતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

1 મહિલાનું મોત થયું :મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર ઘટના દરમિયાન બિલ્ડિંગમાં રહેલા 15 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાંથી 3 લોકોને ગૂંગળામણ થતા સારવાર માટે સરસ્વતી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા કરવામાં આવ્યા હતા. હાલ મળતી માહિતી પ્રમાણે 56 વર્ષીય મીનાબેન કમલેશભાઇ શાહ નામની મહિલાનું આ ઘટનામાં મોત નીપજ્યું છે.

એક બાળકી ICU માં દાખલ :ઉપરાંત 8 થી 10 વર્ષની એક બાળકીને પણ ICU માં સારવાર હેઠળ રાખવામાં આવી છે. અન્ય મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાના કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગના કારણે કોઈ દાઝ્યું કે ઇજાગ્રસ્ત થયા હોય તેવા કોઈ સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.

આગ લાગવાનું કારણ :હજી સુધી આગ લાગવાનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પરંતુ પ્રાથમિક માહિતી પ્રમાણે દેવ દિવાળીના દિવસે શહેરમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફૂટતા હતા, તેના કારણે આ આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

  1. ગુજરાતની ધરા ધ્રૂજી: અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં ભૂંકપના આંચકા, લોકોમાં ભય
  2. અમદાવાદના બોપલમાં MBA સ્ટુડન્ટ મર્ડર કેસમાં પોલીસકર્મીની સંડોવણી ખુલી
Last Updated : Nov 16, 2024, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details