ગાંધીનગર :ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું અને સરકાર ટૂંક સમયમાં કૃષિ સહાય જાહેર કરે તેવું કૃષિ મંત્રી પટેલે આશ્વાસન આપ્યું છે. આ ઉપરાંત સરકારે કપાસનો પાક ટેકાના ભાવે ખરીદી કરવા અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કૃષિ મંત્રીએ કપાસ ઉપરાંત મગફળીની પણ ટેકાના ભાવે ખરીદી અંગે મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે મગફળીની ખરીદી અંગે જથ્થો નક્કી કર્યો નથી. જથ્થો નક્કી કર્યા બાદ સરકાર મગફળીની ખરીદી શરૂ કરશે.
ખેડૂતો માટે રાહતના સમાચાર :ભારે વરસાદના કારણે થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. ખેડૂતો માટે સહાયની જાહેરાત આગામી બે દિવસમાં જ થઈ શકે છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, બે દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે. ભારે વરસાદના કારણે પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીમાં સહાયની જાહેરાત કરશે.
જાણો ક્યારે ચૂકવાશે ખેડૂતોને સહાય ? (ETV Bharat Gujarat) ક્યારે ચૂકવાશે ખેડૂતોને સહાય ?રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાઈ જતા કૃષિ પાકને ભારે નુકસાન થયું હતું. આ નુકસાન અંગે રાજ્ય સરકારે ખેડૂતોને વળતર ચૂકવવા માટે સર્વે કરવાનો નિર્ણય કર્યો હતો. આ સર્વેની કામગીરી બે દિવસમાં પૂર્ણ થતાં સહાય અંગે સરકાર સત્તાવાર જાહેરાત કરશે.
ઉદવહન પિયત સહકારી મંડળી :ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી મંડળી વાર્ષિક ચોથી સામાન્ય સભા મળી હતી. ખેડૂત પ્રતિનિધિઓ હાજરીમાં ગાંધીનગર ખાતે સામાન્ય સભા યોજાઈ છે. સિંચાઈ ક્ષેત્રે પ્રશ્નો અંગે બેઠકમાં મંથન થયું હતું. ચોથી વાર્ષિક સામાન્ય સભા કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. સામાન્ય સભામાં ભાજપના સહકાર સેલના બિપીન પટેલ પણ હાજર રહ્યા હતા.
ટેકાના ભાવે પાકની ખરીદી :કપાસના ટેકાના ભાવ ખરીદી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, CCI મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી થશે. ગુજરાતમાં 1 ઓક્ટોબરથી કપાસની ખરીદી થશે. ગુજરાતમાં 13 કેન્દ્રો પર કપાસની ખરીદી થશે. કપાસની સાથે મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે લક્ષ્યાંક નક્કી નથી કર્યો. કેન્દ્ર સરકાર ખરીદીનો જથ્થો નક્કી કર્યા બાદ મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે. કેન્દ્રના નિર્ણય બાદ રાજ્ય સરકાર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી ખરીદી શરૂ કરશે.
- 'સરકાર જમણા હાથે વીજળી આપીને ડાબા હાથે પરત ખેંચી લે છે'- સોરઠના ખેડૂતો
- ખેડૂતો માટે ટેકાની જાહેરાત... કૃષિપ્રધાને 10 કલાક વીજ પુરવઠો આપવાનું કર્યું સમર્થન