મહેસાણા:જિલ્લામાં થોડા દિવસથી રોજ કંઈકને કઈક ભેળસેળ વાળા કિસ્સા સામે આવી રહ્યા છે. કોક દિવસ ઘી તો કોક દિવસ વરિયાળી, જીરું અને માવા પકડાઈ રહ્યા છે. મહેસાણા એલસીબી પોલીસ દ્વારા ઉંઝા નજીક શંકાસ્પદ નકલી જીરું અને વરિયાળી બનાવતી ફેકટરી પર રેડ કરાઈ હતી, જ્યાંથી કુલ રૂપિયા 81 લાખનું શંકાસ્પદ બનાવટી જીરું વરિયાળી સીઝ કરાયું છે. મહેસાણા એલસીબી પોલીસે ઉંઝામાં કાર્યવાહી કરી છે.
ઉંઝાના દાસજ રોડ ગંગાપૂરા પાસે ફેકટરી અને ગોડાઉન ઝડપાયું છે. જ્યાં સૂકી વરિયાળી પર ચડાવવામાં આવતો હતો લીલો કલર ભૂખરી વરિયાળીને લીલીછમ બનાવી કરાતું હતું મસ્ત પેકિંગ ! ખરાબ ક્વોલિટી વાળા જીરું પર ગોળની રસી અને પાવડર ચડતો હતો. સ્થળ પરથી LCB પોલીસે કરી રેડ, ફૂડ અને FSL વિભાગે સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા છે. સ્થળ પરથી લેવાયેલા સેમ્પલના રિપોર્ટ બાદ માલૂમ પડશે હકીકત માલૂમ પડશે. સમગ્ર મામલે LCB પોલીસે જાણવા જોગ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.