પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પ્રતિક્રિયા રાજકોટ :ભારત સરકાર દ્વારા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને ભાજપના દિગ્ગજ નેતાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંગે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. વિજય રુપાણીએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની વાતને બિરદાવતા હર્ષની લાગણી વ્યક્ત કરી છે.
મહાન વ્યક્તિત્વ : પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સાથે કામ કર્યું છે. જ્યારે સાથે કામ કરતા નેતાઓને ભારત રત્ન આપવામાં આવે તે મારા માટે ખુશીની વાત છે. ભારતીય જનતા પાર્ટીના નિર્માણમાં પાયાના મનુષ્ય લાલકૃષ્ણ અડવાણી રહ્યા છે. લાલકૃષ્ણ અડવાણી ખૂબ જ શાંત અને નોલેજ ધરાવતા વ્યક્તિ રહ્યા છે. અમે ઘણી વખત લાલકૃષ્ણ અડવાણીજીનું માર્ગદર્શન પણ લીધું છે. રાજકોટમાં તેઓએ મારા ઘરે ભોજન પણ લીધું છે. અડવાણીજી સાથે અમારી ઘણી યાદો જોડાયેલી છે.
અડવાણીજીએ વિશાળ વ્યક્તિત્વ અને ઊંડું જ્ઞાન ધરાવતા હતા. તેમને ઘણાં બધા પુસ્તકો પણ લખ્યા છે. અડવાણીજીએ રાષ્ટ્ર માટે ઘણી બધી સેવા કરી છે, તેમને ભારત રત્ન એવોર્ડ મળવો ખૂબ જ ખૂશી અને ગર્વની વાત છે. -- વિજય રૂપાણી (પૂર્વ મુખ્યપ્રધાન, ગુજરાત)
રામ મંદિરના પાયાના પથ્થર :વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે દેશમાં કટોકટી હતી ત્યારે 18 મહિના જેટલો સમય તેઓ જેલમાં રહ્યા હતા. તેઓ RSSના પાયાના પથ્થર હતા અને જ્યારે પણ જે જે જવાબદારી આપવામાં આવી તે તમામ જવાબદારી તેમણે સારી રીતે નિભાવી હતી. વર્ષ 1980 માં ભારતીય પણ જનતા પાર્ટી બની ત્યારે પણ અડવાણીજી અને અટલજીનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો. અડવાણીજી રામ રથયાત્રા, રામશીલા પૂજન અને અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે સોગંદ રામ કી ખાતે હૈ મંદિર વહી બનાયેંગે આ વાત લઈને દેશ આખામાં ફર્યા હતા. હાલમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની તેમાં પણ અડવાણીજીનો ખૂબ મોટું યોગદાન રહ્યું છે.
- Bharat Ratna : લાલ કૃષ્ણ અડવાણી હવે " ભારત રત્ન " ગુજરાત સાથેનો ઘનિષ્ઠ નાતો જાણવા જેવો...
- LK Advani Will Get Bharat Ratna: 'ભાજપ રત્ન' અડવાણીને મળશે 'ભારત રત્ન', PM મોદીએ આપી શુભેચ્છા