સુરત: સુરતના લીંબાયત વિસ્તારમાં વર્ષ 2020માં 15 વર્ષીય કિશોરીને એક યુવક લગ્નની લાલચ આપીને અપહરણ કરી લઇ ગયો હતો. આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોધાયો હતો. દરમિયાન 4 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે દિલ્હી ખાતેથી ઝડપી પાડયો હતો. આરોપીને લોકો પ્રેમ દિવાના કહેતા હતા. તેનું નામ સુરજ ઉર્ફે પ્રેમ દીવાના સુરેશ મંડલ છે.
15 વર્ષની સગીરાને ભગાડી જનાર પ્રેમ દિવાનાને સીબીઆઈની ટીમે 4 વર્ષે ઝડપ્યો - surat cbi team - SURAT CBI TEAM
સુરતના લીંબાયત વિસ્તારમાં 15 વર્ષીય કિશોરીને એક યુવક લગ્નની લાલચ આપીને અપહરણ કરી ગયો હતો. આ ઘટનામાં સીબીઆઈની ટીમે ચાર વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો છે., જાણો વિગતે અહેવાલ..., surat cbi team
Published : Aug 8, 2024, 4:15 PM IST
લગ્નની લાલચ આપી અપહરણ: આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે દિલ્હી સ્થિત લક્ષ્મીનગર વિસ્તારમાંથી આરોપી સુરજ ઉર્ફે પ્રેમ દીવાના સુરેશ મંડલ (25)ને ઝડપી પાડ્યો હતો. વર્ષ 2020માં આરોપી સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં રહેતો હતો. આ દરમ્યાન તે ઘર નજીક રહેતી 15 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયો હતો. આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આરોપી દિલ્હીથી ઝડપાયો: ગુનો નોંધાયા બાદ પોલીસ આરોપીને પકડવા જતા તે કિશોરીને મૂકીને નાસી ગયો હતો. જે બાદથી આજદિન સુધી પકડાયો ન હતો. આરોપી વિશે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન આરોપી પોતાનું વતન ઝારખંડ છોડીને દિલ્હી શહેરમાં C.A.ની ઓફિસમાં ઓફિસબૉય તરીકે નોકરી કરતો હોવાનું જણાતા સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે દિલ્હી પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડયો હતો.