સુરત: શહેરમાં માનવતાને શર્મસાર કરતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં પાંચ વર્ષના એક બાળકને દસ રૂપિયાની લાલચ આપી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે જ્યારે બાળકે પોતાના પરિવારજનોને જાણ કરી ત્યારે પરિવારના સભ્યો પણ રોષે ભરાયા હતા. ભોગ બનેલા બાળકના પરિવારજનોએ આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોણ છે આરોપી: આ અંગે ડીસીપી ભક્તિ ઠક્કરે જણાવ્યું હતું કે, 22 વર્ષીય આરોપી કાપોદ્રા વિસ્તારની રવિ પાર્ક સોસાયટીમાં રહે છે, અને મજુરી કામ કરે છે. આરોપીએ દસ રૂપિયાની લાલચ આપીને પાંચ વર્ષના બાળકનું અપહરણ કરી તેને સમજુવા કોમ્પ્લેક્સની દીવાલ નજીક લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્રણ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના અંગે માસુમે પોતાના પરિવારજનોને જાણ કરી હતી.
આરોપીની ધરપકડ: પોલીસના જણાવ્યાં અનુસાર આરોપી અંગે જ્યારે બાળકે પોતાના પરિવારને જાણ કરી, ત્યારે પરિવારના સભ્યોએ તાત્કાલિક કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. બાળકના જણાવ્યા મુજબ તેમજ બાળકના પરિવારજનોની જુબાનીના આધારે આરોપીની ધરપકડ કરી છે.
બાળકી સાથે અડપલાની ઘટના: નોંધનીય છે કે, ગત 12મી જાન્યુઆરીના રોજ શહેરના સિંગણપુર વિસ્તારમાં એક બાળકી ટ્યુશન ક્લાસ થી પોતાના ઘરે પરત આવી રહી હતી, તે દરમિયાન તેની સામેથી આવી રહેલા એક આજાણ્ય વ્યકિતએ બાળકીની શારીરિક છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીટીવી કેમેરામાં કેદ થઈ હતી, આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ આ ઘટનાના દસ દિવસ પછી સિંગણપોર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. બાળકી સાથે અડપલા કરનારા આરોપીની ઓળખ એક કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરનાર મજૂર તરીકે થઈ હતી. જોકે ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને આખરે રાજસ્થાનના બાસવાડા વિસ્તારમાંથી સોહનલાલ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
- Surat News: સુરતમાં બાળકી સાથે અડપલા કરનાર શ્રમિકની રાજસ્થાનથી ધરપકડ
- Ahmedabad Crime : ચોરીચકારીના 34 ગુનાનો રીઢો આરોપી પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ