ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ ફાયર વિભાગમાં લાંચ લેતો વચેટિયો રંગેહાથ ઝડપાયો, 30 હજારની માંગી હતી લાંચ

ACBએ રાજકોટ ફાયર વિભાગના એક લાંચિયા અધિકારીએ NOC માટે લાંચ માંગી હતી અને લાંચની રકમ લેતા એક વચેટિયાને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે.

એસીબીના હાથે ઝડપાયો અધિકારી વતી લાંચ લેતો વચેટિયો
એસીબીના હાથે ઝડપાયો અધિકારી વતી લાંચ લેતો વચેટિયો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2024, 6:28 PM IST

રાજકોટ:રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ફાયર એનઓસી માટે લાંચ માંગતા એક વચેટિયાને રંગેહાથ ઝડપી પાડ્યો છે. ફરિયાદીને પ્રોપર્ટી એક્સપો માટે ટેમ્પરરી ડોમનું નિર્માણ કરવા માટે ફાયર એનઓસી મેળવવાની હતી.

આ દરમિયાન આરોપી કૌશિક પીપરોતર, જે સ્પેસીફીક ફાયર પ્રોટેક્શન લિમિટેડમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે, તેણે ફરિયાદીનો સંપર્ક કરી કાયદેસર ફી ઉપરાંત 30 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ આ બાબતની જાણ એસીબીને કરતાં એસીબીએ લાંચનું છટકું ગોઠવી આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

આ ઘટના રાજકોટના મોમાઈ ચા સેન્ટર, નાણાવટી ચોક ખાતે બની હતી. એસીબીએ આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં એક નવો વળાંક લીધો છે અને લોકોમાં એસીબી પ્રત્યે વિશ્વાસ વધાર્યો છે.

રાજકોટમાં ટેમ્પરરી ડોમનું નિર્માણ કરવા માટે ફાયર એનઓસી મેળવવા માંગતા એક જાગૃત નાગરિકે આ બાબતે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદ મુજબ, સ્પેસીફીક ફાયર પ્રોટેક્શન લિમિટેડના સેલ્સ એક્ઝિક્યુટિવ કૌશિક પીપરોતરે ફાયર એનઓસી મંજૂર કરાવવા માટે કાયદેસરની ફી ઉપરાંત રૂ 30 હજાર લાંચ માંગી હતી.

એસીબીએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને મોમાઈ ચા સેન્ટર, નાણાવટી ચોક ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન કૌશિક પીપરોતર ફરિયાદી પાસેથી 30 હજરાની લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. એસીબીએ આ શખ્સ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. લાંચિયા અધિકારી : તલાટી અને પંચાયતના સભ્યએ માંગી લાંચ, ACB ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા - Bhuj ACB trap
  2. રાજકોટ ACBએ મુંબઈ પોલીસના PI અને વચેટીયા પર 10 લાખની લાંચ મામલે ગાળિયો કસ્યો - ACB Gujarat caught Mumbai PI

ABOUT THE AUTHOR

...view details