ETV Bharat / state

મોબાઈલમાં મગ્ન યુવતી કૂવામાં ખાબકતા મોતને ભેટી, પરિવારમાં શોકનો માહોલ - GIRL DIES AFTER FALLING INTO WELL

ભુજના દંતેશ્વર મહાદેવ પાછળ આવેલા અવાવરુ કૂવામાં ફોનમાં વાત કરતી યુવતી પડી જતા તેનું મોત થયું.

ભુજમાં ફોનમાં વાત કરતા યુવતી કૂવામાં ખાબકતા મોતને ભેટી
ભુજમાં ફોનમાં વાત કરતા યુવતી કૂવામાં ખાબકતા મોતને ભેટી (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2024, 10:26 AM IST

Updated : Nov 29, 2024, 12:46 PM IST

કચ્છ: ભુજ શહેરના દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળ મોચીરાઈ રોડ પર ખુલી જગ્યામાં આવેલા કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ભુજ ફાયર વિભાગ દ્વારા ક્વિક રિસ્પોન્સ વ્હિકલ સાથે મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ભુજની ભાગોળે કચરો વીણવા ગયેલી યુવતી ફોન પર વાત કરતી હતી અને અજાણતા કૂવામાં ખાબકી હોવાનું સામે આવ્યું હતું.

ફોન પર વાત કરતા કરતા યુવતી કૂવામાં પડી: ભુજ શહેરની ભાગોળે દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળ અવાવરુ કૂવો આવેલો છે. જેમાં પરિવારની સામે જ ભુજની 22 વર્ષની યુવતી ડૂબીને મરી જતાં કરુણાંતિકા સર્જાઇ હતી. ભુજના સ્લમ વિસ્તારમાં રહેતા પરિવાર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો વીણવા જતો હોય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.

ભુજમાં ફોનમાં વાત કરતા યુવતી કૂવામાં ખાબકતા મોતને ભેટી
ભુજમાં ફોનમાં વાત કરતા યુવતી કૂવામાં ખાબકતા મોતને ભેટી (Etv Bharat gujarat)

દિકરી કૂવામાં પડતા પરિવારમાં શોકનો માહોલ: શહેરના ત્રિમંદિરની સામેના નરનારાયણ નગરથી સુખપર તરફ જતા માર્ગે દંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં મંદિરની પાછળના ભાગમાં કચરાનો ડમ્પીંગ યાર્ડ આવેલો છે. ત્યાં મૃતક યુવતી પોતાના પરિવાર સાથે કચરો વીણવા ગઈ હતી. તે સમયે આ યુવતી ફોન પર વાત કરી રહી હતી. જે દરમિયાન તે ફોન પર વાત કરતા કરતા અવાવરુ કૂવામાં પડી ગઇ હતી. જેથી તેના પરિવારજનોએ બચાવ માટે બૂમાબૂમ કરી હતી. પણ ત્યાં સુધીમાં યુવતીનું ડૂબી જવાથી મોત થયું હતું. પોતાની યુવા દિકરીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો: આ બનાવ અંગે ભુજના ફાયર સ્ટેશનના કન્ટ્રોલ રૂમ પર ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ઇમરજન્સી કોલ આવતા ટીમ ક્વિક રિસ્પોન્સ વ્હીકલ સાથે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને યુવતીના મૃતદેહને દોરડામાં બાંધીને બહાર કાઢવામાં આવ્યો હતો.

મોબાઇલમાં મગ્ન યુવતીએ પોતાનો જીવ ખોઇ દીધો: મોબાઇલ ફોનના બેફામ અને કાળજી વિનાના ઉપયોગનાં પરિણામે આ યુવતીએ જીવ ખોયો છે. આ કરુણ બનાવની જાણ પોલીસને થતા માનકૂવા પોલીસ મથકના PI ડી. એન. વસાવા અને પોલીસ સ્ટાફના અલ્કેશ કરમટાએ વધુ તપાસ હાથ ધરી હતી. તો યુવતીના મૃતદેહના રેસ્ક્યું માટેની કામગીરીમાં STO સચિન પરમાર, DCO વિશાલ ગઢવી, રવિરાજ ગઢવી, જિજ્ઞેશભાઇ જેઠવા, ફાયરમેન સુનિલભાઇ મકવાણા, સત્યજીતસિંહ ઝાલા, ઇમ્તિયાઝ સમા, અરમાન પટ્ટણી અને વાઘજી રબારી જોડાયા હતા.

આ પણ વાંચો:

  1. અદાણી પોર્ટમાં 5 ટકા સ્થાનિકોને નોકરી ન મળી હોવાના આરોપ સાથે યુથ કોંગ્રેસનું "નોકરી દો નશા નહીં“ કેમ્પેઇન લોન્ચ
  2. સાવધાન: સફેદ રણમાંથી પસાર થતા 'રોડ ટુ હેવન' માર્ગ પર હવેથી આ વાતનું ધ્યાન રાખજો

Last Updated : Nov 29, 2024, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.