ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના લીલાપર રોડ પર કારમાં આગ લાગતા કારમાં ફસાઈ ગયેલ યુવાનનું મોત - A youth dies in a car fire - A YOUTH DIES IN A CAR FIRE

મોરબી જિલ્લાના લીલાપર રોડ પર કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને કાર લોક થઇ જતા કાર ચાલક 39 વર્ષીય યુવાન કારની અંદર જ ફસાઈ જતા આગમાં ભડથું થઇ જતા કરુણ મોત નીપજ્યું હતું. A youth dies in a car fire

મોરબીના લીલાપર રોડ પર કારમાં આગ લાગતા કારમાં ફસાઈ ગયેલ યુવાનનું મોત
મોરબીના લીલાપર રોડ પર કારમાં આગ લાગતા કારમાં ફસાઈ ગયેલ યુવાનનું મોત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2024, 6:30 PM IST

મોરબી: રાજ્ય અને દેશમાં આગથી બળીને મરી જતા લોકોની ઘટના જોવા મળે છે. ત્યારે મોરબી જિલ્લાના લીલાપર રોડ પર કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને કાર લોક થઇ જતા કાર ચાલક 39 વર્ષીય યુવાન કારની અંદર જ ફસાઈ જતા આગમાં ભડથું થઇ જતા કરુણ મોત નીપજ્યું હતું. જે બનાવને પગલે પંથકમાં ચકચાર મચી છે.

કારમાં આગ લાગતા યુવકનું મોત:કારના દરવાજા લોક થયા બાદ મોરબીના લીલાપર રોડ પર રાધે પાર્ટી પ્લોટ પાસેથી કિયા કાર લઈને અજય નાનજીભાઈ ગોપાણી નામનો યુવાન પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઈ કારણોસર કારમાં આગ લાગી હતી અને કાર લોક થઇ જતા કાર સવાર અંદર જ ફસાઈ ગયો હતો.

મોરબીના લીલાપર રોડ પર કારમાં આગ લાગતા કારમાં ફસાઈ ગયેલ યુવાનનું મોત (Etv Bharat Gujarat)

કારમાં આગ લાગ્યાની જાણ થતા મોરબી ફાયરની 2 ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતું અને અજય ગોપાણી નામનો યુવાન આગમાં ભડથું થઇ જતા તેનું મોત થયું હતું.

યુવકનો સામાન પરિવારને સોંપાયો: ઘટનાને પગલે આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હતા. કારમાંથી મળી આવેલો સામાન પરિવારને સોપવામાં આવ્યો હતો. મૃતક પાસેથી રોકડ રૂપિયા તેમજ 2 ઘડિયાળ, 8 મોબાઈલ અને સોનાની વીંટી-દોરા સહિતની ચીજવસ્તુઓ મળી આવતા ફાયર ટીમે પરિવારને સોપી હતી. મૃતક પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી હતી. આગની ઘટનામાં યુવાનનું મોત થતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:

  1. અમદાવાદ-ઈન્દોર હાઇવે પર એક પછી એક ધડાકાભેર 4 ટ્રક વચ્ચે અકસ્માત, આર્મીનો દારુ લઈ જતી ટ્રક રિવર્સ લેતા બની ઘટના - Accident between four trucks
  2. UPનો રહેવાસી ગાંધીજીના પોરબંદરની મુલાકાતે, કહ્યું, 'ગાંધીજીના સપનાનું ભારત હજુ સરકારો બનાવી નથી શકી' - Gandhiji birth anniversary

ABOUT THE AUTHOR

...view details