કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ પાસેથી ડાંગરની રોપણી કરાવતા વીડિયો વાયરલ (Etv Bharat gujarat) નવસારી: જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે ગૃહમાતાએ પોતાના ખેતરમાં કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ પાસેથી ડાંગરની રોપણી કરાવતા વીડિયો વાયરલ થતા શિક્ષણ જગત ફરી એકવાર લજવાયું છે. વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે છાત્રાલયમાં રહેતી હોય છે, પરંતુ ગૃહમાતા પોતાના ખાનગી ખેતરમાં મજૂરી કરાવે એ કેટલું યોગ્યના સવાલો ગ્રામ્ય પંથકમાં ઉઠી રહ્યા છે. આદિવાસી બાળકોને યોગ્ય ભણતર મળી રહે એવા હેતુથી સરકાર દ્વારા છાત્રાલયો બનાવવામાં આવ્યા છે. જેમાં આદિવાસીઓના બાળકોને રહેવા જમવાની વ્યવસ્થા સાથે જ શાળા પણ નજીક હોય એનું ધ્યાન રાખવામાં આવે છે. જેથી બાળકોના ભણતરમાં કોઈ મુશ્કેલી ના રહે. પરંતુ ઘણીવાર ક્યાંક શાળા તો ક્યાંક છાત્રાલયોમાં બાળકો પાસે અભ્યાસ સિવાય તેમની પાસે સાફ સફાઈ અથવા મજૂરી કામ કરાવતા હોય એવા દ્રશ્યો સામે આવતા રહ્યા છે.
આશ્રમશાળાની વિદ્યાર્થીનીઓ પાસે મજૂરીકામનો વિડીયો વાયરલ (Etv Bharat gujarat) ગૃહમાતાએ વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરાવી:આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે સરસ્વતી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ ગૃહમાતાના ખાનગી ખેતરમાં ડાંગરની રોપણી કરાવી, મજૂરી કરાવતી હોય એવા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા થયો હતો. ઘોડમાળ ગામે આવેલી વનાંચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12 ના વર્ગો ચાલે છે. જેમાં નજીકની સરસ્વતી કન્યા છાત્રાલયની 66 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. ગતરોજ અંદાજે 20 વિદ્યાર્થીનીઓને ગૃહમાતા ચંપાબેન બગરીયા પોતાના ખાનગી ખેતરમાં ડાંગરની રોપણી કરવા લઈ જઈ તેમની પાસેથી મજૂરી કરાવી હતી.
લોકોએ ગૃહમાતા સામે ફિટકાર વરસાવ્યો: વિદ્યાર્થીનીઓ પાસે ડાંગર રોપાવતા વીડિયો ગામના જ કોઈક વ્યક્તિએ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ગૃહમાતા ચંપાબેન સામે ગામમાં ફિટકાર વરસી રહ્યો છે. સાથે જ વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ કરવા માટે મોકલતા હોય છે. ત્યારે તેમની પાસેથી આવુ મજૂરી કામ કરાવવું કેટલું યોગ્ય એને લઈને પ્રશ્નો ઊભા થયા છે. જોકે સમગ્ર મુદ્દે ગૃહમાતા ચંપાબેન વિદ્યાર્થીનીઓ પોતાની જાતે જ તેમને મદદ કરવા આવી હોવાનો રાગ આલાપીને પોતાનો બચાવ કરતા જણાયા હતા.
આદિજાતિ વિકાસ કમિશ્નરની વિદ્યાર્થીનીઓ સાથે મુલાકાત: જ્યારે ગામના સરપંચે આ પ્રકારની ઘટના ફરી ન થાય એનું પોતે પણ ધ્યાન રાખશે અને આવું ન બને એ માટે સંચાલકોને પણ સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. ઘોડમાળની સરસ્વતી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ પાસે ગૃહમાતા દ્વારા તેના ખેતરમાં ડાંગર રોપણી કરાવી મજૂરી કરાવ્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મદદનીશ કમિશનર એસ. પી. પ્રજાપતિ પણ હરકતમાં આવ્યા હતા. તેમણે ઘોડમાળ ગામે પહોંચી, સરસ્વતી કન્યા છાત્રાલયની મુલાકાત લઈ ઘટનાની તપાસ આરંભી છે. ગૃહમાતા ચંપાબેન અને ખેતરમાં રોપણી કરવા ગયેલી વિદ્યાર્થીનીઓના નિવેદન નોંધી એક અહેવાલ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ જો ગૃહમાતા દ્વારા વિદ્યાર્થીનીઓને ખેતરમાં મજૂરી કામ કરાવવામાં આવ્યું હશે તો, આદિજાતિ વિકાસ મદદનીશ કમિશ્નર દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
વિડીયો વાયરલ થતા ગૃહમાતા સામે તપાસ: વિદ્યાર્થીનીઓનો ખેતરમાં ડાંગરની રોપણી કરી મજૂરી કરતો વીડિયો વાયરલ થયા બાદ શરૂ થયેલા તપાસના ધમધમાટમાં ગૃહમાતાએ સાચા છે, કે વાયરલ વીડિયોમાં કરવામાં આવેલો વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરાવ્યા મુદ્દે આદિજાતિ વિકાસ કમિશ્નરની તપાસ બાદ જ સત્ય હકીકત સામે આવી શકે છે. જ્યારે ગૃહમાતા ચંપાબેન એ જણાવ્યું હતું કે, ગઈકાલે સોમવાર હોવાથી શાળા સવારની હોય છે. તેથી બપોર બાદ વિદ્યાર્થીનીઓ મને શોધતા શોધતા મારા ખેતરે આવી હતી. અમે પણ તમને ડાંગર રોપણી માટે મદદ કરીશું મારા ના પાડવા છતાં પણ વિદ્યાર્થીનીઓ મને મદદ કરી હતી.
વિદ્યાર્થીનીઓના નિવેદનનો અહેવાલ તૈયાર કરાશે:નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મદદનીશ કમિશ્નર એસ. પી. પ્રજાપતિ જણાવ્યું હતું કે, ઘોડમાળની સરસ્વતી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ પાસે ગૃહમાતા દ્વારા તેના ખેતરમાં ડાંગર રોપણી કરાવી મજૂરી કરાવ્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અમે પણ હરકતમાં આવ્યા હતા. અમે ઘોડમાળ ગામે પહોંચી, સરસ્વતી કન્યા છાત્રાલયની મુલાકાત લઈ ઘટનાની તપાસ આરંભી છે. ગૃહમાતા ચંપાબેન અને ખેતરમાં રોપણી કરવા ગયેલી વિદ્યાર્થીનીઓના નિવેદન નોંધી એક અહેવાલ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ જો ગૃહમાતા દ્વારા વિદ્યાર્થીનીઓને ખેતરમાં મજૂરી કામ કરાવવામાં આવ્યું હશે તો, આદિજાતિ વિકાસ મદદનીશ કમિશનર દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
- આંગણવાડી કાર્યકરો કીટ ઉતારતી હોવાનો વીડિયો થયો વાયરલ - banaskantha anganwadi women
- AAP દ્વારા મૃતક આદિવાસી યુવકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, કાર્યકરોની પોલીસે અટક કરી - Death of tribal youth