વલસાડઃધરમપુરના એસ ટી ડેપો સામે આવેલી જય જોગણિયા મા નામની દુકાનમાં ગત રોજ રાત્રે કોઈ ચોર દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ્યો હતો. દુકાનમાં રાખેલ કાજુ, બદામ, અંજીર સહિતનું ડ્રાઈ ફ્રૂટ એક પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત દુકાનના ગલ્લામાં રાખેલાં રોકડ રૂપિયા 2000 પણ લેતો ગયો હતો.
આલેલે..! વલસાડમાં એક ચોર દુકાનમાંથી 10 હજારનો સૂકો મેવો ચોરી ગયો, CCTVમાં કેદ થઈ કરતૂત - A thief stole dry fruits - A THIEF STOLE DRY FRUITS
પોલીસ ચોપડે લાખો રૂપિયાની રોકડ ચોરીના કિસ્સા તો સાંભળવા મળે છે, પરંતુ આપને જાણીને નવાઇ લાગશે કે વલસાડના ધરમપુરમાં આવેલી એક દુકાનમાં પ્રવેશેલો એક ચોર દુકાનમાંથી વધુ પૈસા નહિ પરંતુ કાજુ,બદામ,અંજીર સહિતની ચીજોની ચોરી કરી હતી અંદાજિત 10 હજારનો સૂકો મેવો ચોરી ફરાર થઈ ગયો હતો. A thief stole dry fruits
Published : Jun 10, 2024, 12:37 PM IST
10 હજારનો સુકો મેવો ચોરી ગયોઃ આ મામલે દુકાન માલિકે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસની કાર્યવાહી શરૂ કરી છે. રાત્રિના અંધકારમાં શટરનું તાળું તોડી આવેલોએ સમયે દુકાનમાં પ્રવેશ કરી 15 કિલો કાજુ,7 કિલો બદામ,3 અંજીર મળી કીમત કુલ 10 હજાર રૂપિયા તેમજ દુકાનના ગલ્લામાં રાખેલા રૂપિયા 2000 રોકડાની ચોરી કરી ગયો હોવાનું સામે આવ્યું છે.
ચોરીની ઘટના CCTVમાં કેદઃ પંથકમાં ચોરીને લઈ ચર્ચાનો વિષયઃ ધરમપુર પંથકમાં બનેલી ચોરીની ઘટના હાલ તો ચર્ચાનો વિષય બની છે, જેની પાછળનું કારણ છે કે આ યુનિક ચોર રોકડ પૈસા ઓછા અને સુકો મેવા વધુ ચોરી કરી ગયો હતો. જેના કારણે લોકોમાં ચર્ચા અને આશ્ચર્યનો વિષય બન્યો છે કારણકે સામાન્ય રીતે ચોરો પૈસા કે દાગીના ચોરી જતા હોય છે પરંતુ પ્રથમવાર એવો કિસ્સો પંથકમાં બન્યો છે કે સુકો મેવો ચોરી કરનારો ચોર સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે. હાલ તો આ ચોરને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.ૉ